- બંગાળની ખાડીમાં નૌસેના સૈન્ય અભ્યાસનો પ્રથમ તબક્કો પૂર્ણ
- બીજો તબક્કો 17થી 20 નવેમ્બર અરબ સાગરમાં યોજાશે
- માલાબાર નૌસેના અભ્યાસની આ 24મી આવૃત્તિ છે
કોલકાતાઃ પૂર્વી લદ્દાખમાં ચીન સાથેના તણાવ વચ્ચે માલાબાર નૌસેના અભ્યાસના પ્રથમ તબક્કા હેઠળ ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની નૌસેના સૈન્ય અભ્યાસમાં ભાગ લઈ રહી છે. આ નૌસેના સૈન્ય અભ્યાસ બંગાળની ખાડીમાં ચાલી રહ્યો છે.
આ વખતે ઓસ્ટ્રેલિયાની નૌસેના પહેલી વાર જોડાઈ
ઉલ્લેખનીય છે કે, 3 નવેમ્બરથી નૌસેના અભ્યાસ ચાલી રહ્યો છે, જેનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. આ માલાબાર નૌસૈન્ય અભ્યાસની આ 24મી આવૃત્તિ છે. માલાબાર નૌસેના અભ્યાસનો બીજો તબક્કો 17થી 20 નવેમ્બર દરમિયાન અરબ સાગરમાં આયોજિત કરવામાં આવશે. નૌસેના અભ્યાસની માલાબાર શ્રૃંખલાની શરૂઆત 1992માં ભારતીય અને અમેરિકા નૌસેનાના દ્વિપક્ષીય અભ્યાસના રૂપમાં થઈ હતી. જાપાનની નૌસેના માલાબાર સાથે 2015માં જોડાઈ હતી. વર્ષ 2020ની આવૃત્તિ આ સંયુક્ત સમુદ્રી અભ્યાસમાં ઓસ્ટ્રેલિયાની નૌસેના પહેલી વખત ભાગ લઈ રહી છે.