ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સ્કુલ બસ ખીણમાં ખાબકતા 9 બાળકોના મોત, 12 ગંભીર રીતે ઘાયલ - Gujarati News

દહેરાદુનઃ મંગળવારે ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં એક સ્કુલ બસ ખીણમાં ખાબકી હતી. જેમાં 9 બાળકોના મોત થયા હતા, જ્યારે 12 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

દહેરાદુન

By

Published : Aug 6, 2019, 1:35 PM IST

ઉત્તરાખંડના ટીહરીમાં એક સ્કુલ બસ ખીણમાં ખાબકી હતી. જે દુર્ઘટનામાં 9 બાળકોના મોત થયા હતા, જ્યારે 12 બાળકોને ગંભીર ઈજા પહોંચી છે. ઘાયલ બાળકોને હોસપિટલ ખસેડવામાં આવ્યા છે. ફસાયેલા બાળકોને બચાવવા SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બાળકોને બચાવવાની કામગીરી ચાલુ છે. બસમાં ક્ષમતા કરતા વધારે બાળકો હતા.

સ્કુલ બસ ખીણમાં ખાબકતા 9 બાળકોના મોત, 12 ગંભીર રીતે ઘાયલ

તો બીજી તરફ ઉત્તરાખંડના બદ્રીનાથ હાઈવે પર લાંબાગઢની પાસે એક બસ પર ખડક તૂટી પડતા 5 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા મુસાફરો હજુ પણ અધવચ્ચે ફસાયા છે.

બદ્રીનાથ હાઈવે પર લાંબાગઢની પાસે બસ પર ખડક તૂટી પડતા 5 લોકોના મોત

ABOUT THE AUTHOR

...view details