ન્યૂઝ ડેસ્ક : નવીન પગલું લેતાં, આરબીઆઈએ રિવર્સ રેપો રેટને ૪ ટકાએ રાખ્યો છે. આ મુજબ, વર્તમાન નીતિ દર કૉરિડોર ૫૦ bpsથી વધીને ૬૫ bps થયો છે. નવા કૉરિડોર હેઠળ, પ્રવાહિતા અનુકૂલન સુવિધા (liquidity adjustment facility-LAF) હેઠળ રિવર્સ રેપો રેટ નીતિ રેપો રેટ કરતાં ૪૦ bps નીચો થશે, જે અત્યારે ૨૫ bps છે. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF) દર નીતિ રેપો રેટ કરતાં ૨૫ bps વધુ તરીકે ચાલુ રહ્યો છે. આ પગલાથી બૅન્કોની ધિરાણ જોખમ લેવાની ભૂખ વધી શકે છે કારણકે રિવર્સ રેપો દરો હેઠળ આરબીઆઈ પાસે રહેલાં ભંડોળ પર ફાયદો ઘટશે.
પ્રવાહિતા સહાય પગલાંઓ:
બૅન્કોને વાજબી કિંમતે (ફિક્સ્ડ રેપો રેટ) ટકાઉ પ્રવાહિતા પૂરી પાડવા ૧૭ ફેબ્રુઆરી અને ૧૮ માર્ચ ૨૦૨૦ વચ્ચે રૂ. ૧,૨૫,૦૦૦ની રકમની એક વર્ષ અને ત્રણ વર્ષની મુદ્દત માટે પાંચ લાંબા ગાળાની રેપો કામગીરી (LTRO) કરવા ઉપરાંત, આરબીઆઈએ અખંડ ચુકવણી અને સમાધાન પ્રણાલિ સુનિશ્ચિત કરવા માટે હસ્તક્ષેપનો તેનું મિશન રૂપ ચાલુ રાખ્યું છે. વધુ પ્રવાહિતા પ્રાથમિકતાને સમજવાના કારણે અને સમાજ આખો અત્યારે ચાલી રહેલા લૉકડાઉનમાં છે તેના લીધે નવી થાપણનો પ્રવાહ ઘટી શકે છે તેવી શક્યતાવાળી બૅન્કિંગ પ્રણાલિમાં ભંડોળની જરૂરિયાત છે તે સમજીને રોકડ અનામત ગુણોત્તર (સીઆરઆર)ની ટકાવારી, એટલે કે બૅન્કોએ આરબીઆઈ પાસે થાપણોમાંથી જે નાણાં મૂકી રાખવાનાં હોય તે ૪ ટકાથી ઘટાડી ૩ ટકા કરાયા છે જેનાથી બૅન્કનું વધુ લગભગ રૂ. ૧,૩૭,૦૦૦ કરોડનું ભંડોળ છૂટું થશે, જેને માંદા પડેલા ઉદ્યોગોને વધુ ધિરાણ આપવામાં વાપરી શકાશે.
માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી કે જેમાં બૅન્કો વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર (SLR) હેઠળ સિક્યોરિટી સામે આરબીઆઈ પાસેથી ધિરાણ લઈ શકે છે તેની ટકાવારી ૨ ટકાથી વધારી ૩ ટકા કરાઈ છે. તેનાથી બૅન્કોના સંસાધનોમાં રૂ. ૧,૩૭,૦૦૦ કરોડ રૂપિયા વધશે અને બૅન્કો વધુ ધિરાણ કરી શકે તે માટે આવા તમામ પગલાંઓની સંયુક્ત અસર, વ્યાપક પ્રવાહિતા રૂ. ૩,૭૪,૦૦૦ કરોડ થશે.
બૅન્કમાંથી ધિરાણ લેનારાઓને રાહત
અત્યારે ચાલી રહેલી કટોકટીમાં વાસ્તવિક અને વ્યવહારુ દૃષ્ટિકોણ અપનાવીને તમામ બૅન્કો અને નૉન-બૅન્કો હવે વર્તમાન લૉનના ચુકવણીના સમયપત્રક પર ત્રણ મહિનાની છૂટ આપી શકે છે. અસરકારક રીતે, રોગચાળાથી સહન કરી રહેલા ધિરાણ લેનારાઓ હવે સરખા માસિક હપ્તા (ઇએમઆઈ) ચુકવવાના દબાણથી મુક્ત થશે અને તેમની પ્રતિબદ્ધતાને પાછી ઠેલી શકે છે.
આ જ રીતે, કાર્યરત મૂડી મર્યાદા (વર્કિંગ કેપિટલ લિમિટ) પર વ્યાજ ૧ માર્ચ ૨૦૨૦ની સ્થિતિએ આવી સુવિધા પર બાકી હોય તો તેને ત્રણ મહિના સુધી મોકૂફ રાખી શકાય છે. તેનાથી ઉદ્યોગો પરથી પણ વ્યાજ સેવાનું દબાણ ઘટશે. આવી ધિરાણ સુવિધાઓ પર ઑવરડ્યુ અને સમયબદ્ધ હપ્તાને મોકૂફ રાખવાને કામ નહીં કરતી અસ્ક્યામત (એનપીએ) તરીકે વર્ગીકૃત નહીં કરવામાં આવે જેનાથી બૅન્કોને રાહત મળશે. ધિરાણ લેનારાઓ તરફથી આવી ચુકવણી નહીં થવાથી તેમના ધિરાણ મૂલ્યાંકનના ઇતિહાસને નીચો નહીં કરવામાં આવે જેના લીધે તેમને ભવિષ્યમાં બૅન્કોના જોખમ આધારિત કિંમત મેટ્રિક્સ, જેમાં જો જોખમ પ્રિમિયમ મૂકવામાં આવે તો ધિરાણ દર વધવાની ક્ષમતા હોય છે, ને અસર થાય.