ન્યૂઝ ડેસ્કઃ 5 રાફેલ વિમાન બુધવારે 7364 કિ.મી.નું અંતર કાપીને અંબાલા એરબેઝ પહોંચશે. માનવામાં આવી રહ્યું છે કે, આવતા અઠવાડિયે ચીન સરહદ વિવાદને ધ્યાનમાં રાખીને આ 5 વિમાન તૈનાત કરવામાં આવશે. આ 5 વિમાન ભારત અને ફ્રાન્સ વચ્ચેના 36 વિમાન કરારની પ્રથમ બેચ છે. અત્યાર સુધીમાં, એરફોર્સના 12 ફાઇટર પાઇલટ્સે ફ્રાન્સના રફાલ ફાઇટર જેટ પર તાલીમ પૂર્ણ કરી છે. કેટલાક વધુ તેમની તાલીમના અદ્યતન તબક્કામાં છે. 2016માં 36 રાફેલ જેટ માટે 59 હજાર કરોડનો કરાર કર્યો હતો. 400 કરોડના ખર્ચે 2 બેઝ બનાવવામાં આવશે. જ્યાં રાફેલને રાખવામાં આવશે. એક બેઝ અંબાલા છે જે, ઈન્ડો-પાક બોર્ડરથી 200 કિમી દૂર છે. બીજું બેઝ પશ્ચિમ બંગાળમાં હાસિમારા ખાતે છે. 36 રાફેલની ડિલીવરી 2022 સુધી થઈ જશે.
રાફેલ એરક્રાફ્ટની ખાસિયતો
- આ ટ્વિન એન્જિન એરક્રાફ્ટ છે.
- દરેક એન્જિનનો થ્રસ્ટ (ફોર્સ) 75 કિલો-ન્યૂટન છે.
- રાફેલ જેટ આકાશમાં ઉડાન દરમિયાન એકબીજાને મદદ કરી શકે છે, જેમ કે, રિફ્યુઅલિંગ.
- મેટોર મિસાઈલથી 100 કિમી દૂર સુધી હુમલો કરી શકે છે.
- SCALP મિસાઈલથી 300 કિમી સુધીની ત્રિજ્યામાં હુમલો કરી શકાય છે.
- એક સાથે 6 AASM મિસાઈલ લોડ કરી શકે છે.
- AASM મિસાઈલમાં જીપીએસ હોય છે અને ઈમેજિંગ ઈન્ફ્રારેડ ટર્મિનલ દ્વારા સૂચિત કરવામાં આવે છે.
- રાફેલમાં હોલોગ્રાફિક કોકપિટ ડિસપ્લે હોય છે.
- રાફેલ એક સાથે 8 હુમલા કરી શકે છે.
ઈન્ડિયન એર ફોર્સના મુખ્ય ફાઈટર એરક્રાફ્ટ
SU-30 MKI
- આ એરક્રાફ્ટ રશિયાનું છે.
- 30mm GSH gun સાથે 8000 કિલોગ્રામ શસ્ત્ર-સરંજામ લઈ જઈ શકે છે.
- તેની સ્પીડ 2500 કિમી પ્રતિ કલાક છે.
- આઈએએફ પાસે જાન્યુઆરી 2020 સુધી 260 SU-30 MKI એરક્રાફ્ટ છે.
- 2020ના અંત સુધીમાં 12 બીજા એરક્રાફ્ટની ડિલિવરી થઈ શકે છે.