1લી ડિસેમ્બર પહેલા મહારાષ્ટ્રમાં સરકાર બની જશે: સંજય રાઉત - 1લી ડિસેમ્બર પહેલા મહારાષ્ટ્રમાં સરકાર બની જશે
નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાને લઈ કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાની બેઠકો સતત થઈ રહી છે. એનસીપી-કોંગ્રેસ પણ આજે બેઠક યોજી રહ્યા છે. આ બેઠક બાદ શિવસેનાએ જણાવ્યું હતું કે, નવી સરકારની રચનાની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.
maharashtra political crisis
શિવસેના નેતા અને પ્રવક્તા સંજય રાઉતે આજે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, એક ડિસેમ્બર પહેલા નવી સરકારની રચના થઈ જશે. ત્રણેય પાર્ટીઓ મુંબઈમાં બેઠક કરશે. સરકાર બનાવવાની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.