ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પંથના વિરોધીઓ પંથનું સારું કાર્ય જોઈ નથી શકતા: હરમીતસિંહ કાલકા - Harmeet Singh Kalka

દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના મહાસચિવ સરદાર હરમીતસિંહ કાલકાએ કહ્યું કે, વિરોધી પક્ષો દ્વારા લોટના કાળા બજાર અંગે કરવામાં આવેલા આક્ષેપો સંપૂર્ણપણે ખોટા છે. તેમણે કહ્યું હતું કે, પંથના વિરોધીઓ સારું કાર્ય જોઈ શકતા નથી. તેથી, તેઓ ખોટા આક્ષેપો કરી રહ્યા છે.

પંથના વિરોધીઓ પંથનું સારું કાર્ય જોઈ નથી શકતા: હરમીતસિંહ કાલકા

By

Published : Jul 19, 2020, 10:55 PM IST

નવી દિલ્હી : દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના મહાસચિવ સરદાર હરમીતસિંહ કાલકાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર શનિવારના રોજ જે સ્ટિંગ ઓપરેશન કરવાના દાવા કરવામાં આવી રહ્યા છે. જે એકદમ પાયાવિહોણા અને ખોટા છે. દિલ્હી ગુરુદ્વારા સમિતિના અધ્યક્ષ તરીકે મનજિતસિંહ જી.કે. અને પરમજીતસિંહ સરનાના કાર્યકાળ દરમિયાન ખરાબ થઈ રહેલા લોટને સભ્યોની કમિટીની ભલામણ મુજબ વેચવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, એક રિવાજ રહ્યો છે કે, વેચાયેલા લોટના નાણાંથી રાશન સામગ્રી ખરીદવામાં આવે છે અને મનજીત સિંહ પણ આ બાબતથી સારી રીતે જાગૃત છે.

તેમણે કહ્યું કે, દેશભરમાં કોરોના મહામારી દરમિયાન ગુરુદ્વારા સમિતિ દ્વારા કરવામાં આવતી સેવાની પ્રશંસા થઈ રહી છે. જેથી અમારા પ્રતિસ્પર્ધકો આ પ્રશંસા સહન કરી શકતા નથી જ્યારે વાસ્તવિકતા એ છે કે, તે વિરોધી અમારા વિરોધી નથી પરંતુ સંપ્રદાયના વિરોધીઓ છે. છેલ્લા ઘણાં વર્ષોથી, રિવાજ છે કે, જે રેશન સામગ્રી લંગર માટે પહોંચે છે, તેનો સદઉપયોગ થાય છે કારણ કે, સંગતએ હંમેશા ગુરુદ્વારા પ્રબંધક સમિતિ પર વિશ્વાસ રાખ્યો છે.

વિરોધી પક્ષો દ્વારા એફઆઈઆર કરાવવાના સવાલ પર હરમિતસિંહ કાલકાએ કહ્યું કે, જે પણ પક્ષ ઇચ્છે તો એફઆઈઆર નોંધાવી શકે છે. અમને કોઈ ડર નથી કારણ કે, અમે બધું નિયમો અનુસાર કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details