ન્યૂઝડેસ્ક : સુપરફૂડ્ઝ પાછળનો ક્રેઝ હજુ તાજેતરમાં જ વિકસ્યો છે, ત્યારે વર્જીન કોકોનટ ઓઇલ (કોપરેલ) એ સૌથી જૂનું સુપરફૂડ છે અને પ્રત્યેક ભારતીય તેના પર વિશ્વાસ ધરાવે છે.
સંશોધકોને માલૂમ પડ્યું છે કે, નાળિયેર તેલના સેવનના અસંખ્ય ફાયદા રહેલા છે.
વર્જીન કોકોનટ ઓઇલમાં છે અપાર શક્તિ કોલ્ડ પ્રેસ્ડ વર્જીન કોકોનટ ઓઇલ એ કુદરતી સાધનોનો ઉપયોગ કરીને અથવા તો ગરમી આપ્યા વિના તાજા કોપરામાંથી કાઢવામાં આવતું તેલ છે.
તેલ નિકાળવાની આ પ્રક્રિયામાં તેલના તમામ ગુણો જળવાઇ રહે છે, જે લાંબા ગાળા કુદરતી રીતે રોગપ્રતિકારક વ્યવસ્થા વધારવામાં મદદરૂપ નીવડે છે.
ન્યુટ્રિશનિસ્ટ શર્લિન સલીસ વર્જીન કોકોનટ ઓઇલના આશ્ચર્યજનક ફાયદા જણાવે છેઃ
કોકોનટમાં મોજૂદ મહત્વપૂર્ણ MCFAsમાં લોરિક એસિડ, કેપ્રિલિક એસિડ તથા કેપ્રિક એસિડનો સમાવેશ થાય છે.
નાળિયેર તેલમાં રહેલાં MCFAs મુખ્યત્વે માઇક્રોબાયલ ઓર્ગેનિઝમના મેમ્બ્રેનમાં ખલેલ પહોંચાડીને તેમનો નાશ કરે છે.
નાળિયેરના તેલમાં મળી આવતા લોરિક એસિડ અને તેના મોનોગ્લિસરાઇટ લિપિડનું કોટિંગ ધરાવતા બેક્ટેરિયાની વ્યાપક વિભિન્નતાનો નાશ કરવા માટે અસરકારક છે.
મોનોલોરિન એક એન્ટિવાઇરસનું કામ કરે છે, તે લિપિડ અને ફોસ્ફોલિપિડના રક્ષણાત્મક સ્તરમાં વીંટાયેલા વાઇરસને નિશાન બનાવે છે.
તે વાઇરસ ફરતેના રક્ષણાત્મક સ્તર (લિપિડ)ને ઓગાળી નાંખીને વાઇરસનો નાશ કરે છે.
અભ્યાસો દર્શાવે છે કે, મોનોલોરિનથી એચઆઇવી, હર્પિસ, ઓરી અને વેસિક્યુલર સ્ટોમેટિઇટીસ સહિતના અન્ય વાઇરસ સાથેના કેદીઓમાં વાઇરલ કાઉન્ટમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે.
કોલ્ડ પ્રેસ્ડ વર્જીન કોકોનટ ઓઇલમાં MCTs (Medium Chain Tryglyceride Fats) આવેલાં હોય છે, જેનો લિવર દ્વારા ક્લિન્ઝર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ ફેટ સૌથી તંદુરસ્ત સેચ્યુરેટેડ ફેટ્સમાં સ્થાન ધરાવે છે, કારણ કે શરીર સહેલાઇથી તેને શોષી શકે છે.
આપણા આરોગ્યમાં આહાર ઘણી મહત્વની ભૂમિકા ભજવે છે અને તે શરીરની રોગપ્રતિકારક વ્યવસ્થા પર અસર ઉપજાવે છે. વ્યક્તિ જ્યારે સહેલાઇથી બિમારી પડી જાય અને અવાર નવાર બિમાર પડે, ત્યારે તેના આધારે રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાનું જાણી શકાય છે.
વર્જીન કોકોનટ ઓઇલના સેવનથી મેટાબોલિઝમમાં સુધારો થાય છે અને સાથે જ રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. વર્જીન કોકોનટ ઓઇલને ઘણી બધી રીતે ડાએટમાં સામેલ કરી શકાય છે.
VCNOનો રસોઇમાં ઉપયોગ: નાળિયેરના તેલને સાંતળવા માટે તથા ડેઝર્ટ્સને બેક કરવા માટે ઉપયોગમાં લઇ શકાય છે.
રોગપ્રતિકારકતા વધારવા માટે રોજ બે ચમચી વર્જીન કોકોનટ ઓઇલનું સેવન કરવાથી લાભ થાય છે.
વર્જીન કોકોનટ ઓઇલ કોઇપણ બિમારી માટેનો ચમત્કારિક ઉપાય નથી, અને આથી તંદુરસ્ત ફેટ, અનાજ તથા લીલાં પાંદડાંવાળાં શાકભાજી સાથેનો આરોગ્યપ્રદ આહાર શરીર અને દિમાગને તંદુરસ્ત રાખવા માટે જરૂરી છે.