ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લોકસભામાં આજે 'ટ્રિપલ તલાક' બિલ પસાર થાય તેવી સંભાવના - consideration

નવી દિલ્હીઃ લોકસભામાં આજે વિવાદાસ્પદ "ટ્રિપલ તલાક" બિલ પર ચર્ચા કરવામાં આવે તેવી સંભાવના વર્તાઈ રહી છે. જો કે, જ્યારથી આ બિલ પ્રથમ કાર્યકાળમાં આવ્યું ત્યારથી વિરોધ પક્ષ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં પણ આજે સંસદમાં આ બિલ પસાર કરાવવા સરકારની મથામણ રહેશે.

TT

By

Published : Jul 25, 2019, 1:35 AM IST

Updated : Jul 25, 2019, 7:43 AM IST

સત્તાધારી પક્ષ ભાજપે પોતાના સાંસદોને આ મામલે વ્હીપ આપી છે અને સંસદમાં પોતાની હાજરી આપવા ખાસ અનુરોધ કર્યો છે. આ બિલમાં એક સાથે અને ત્વરિત ટ્રિપલ તલાક આપવાને ગુનો માનવમાં આવ્યો છે, સાથે સાથે આ જ ગુનામાં સંડોવાયેલા ગુનેગારને ત્રણ વર્ષ જેલની સજા કરવાની પણ જોગવાઈ આપવામાં આવી છે.

મોદી સરકારે મે મહિનામાં પોતાની સરકારના બીજા કાર્યાકાળનો કાર્યભાર સંભાળ્યા બાદ સંસદમાં પ્રથમ વખત આ બિલનો મુદ્દો રજૂ કરવા જઈ રહ્યા છે.

જો કે, પ્રથમ કાર્યકાળથી જ વિરોધ પક્ષ આ બાબતે સદનમાં હંગામો કરતા રહ્યા છે અને આ બિલ પર પોતાની નારાજગી વ્યક્ત કરતા રહ્યા છે. આ બિલમાં અનેક અડચણ હોવા છતાં પણ આજે સંસદમાં આ બિલ રજૂ થાય તેવી સંભાવના છે. સરકારનું આ અંગે કહેવું છે કે, આ બિલ જાતીય સરખામણી અને ન્યાયની દિશા તરફ એક અનોખું ડગલુ હશે.

આપને જણાવી દઈએ કે, સરકારે સંસદના સત્રનો કાર્યકાળ 10 દિવસ વધારી દીધા છે, જેને કારણે સરકારમાં અટકેલા તથા આગળ ધપાવવા માંગતા કામની સાથે સાથે 35 એવા બિલ છે જે આ 10 દિવસમાં સંસદમાંથી પસાર કરવાનો લક્ષ્યાંક છે, જેમાં આ બિલનો પણ સમાવેશ થઈ જાય છે.

Last Updated : Jul 25, 2019, 7:43 AM IST

ABOUT THE AUTHOR

...view details