ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ખાતે PM મોદી ફરીથી આવે તેવી શક્યતા, વિવિધ પ્રોજેક્ટના કરશે લોકાપર્ણ - Sardar sarovar dem

અમદાવાદઃ કેવડીયામાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' બનાવવામાં આવી છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ લોકાપર્ણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતુ. ત્યારે હવે ફરીથી મોદી 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' આવશે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ખાતે PM મોદી ફરીથી આવે તેવી શક્યતા

By

Published : Jun 14, 2019, 4:43 PM IST

કારણ કે, 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ખાતે પ્રવાસીઓનું આકર્ષણ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે આ તમામ પ્રોજેક્ટનુ લોકાપર્ણ કરવા રાજ્ય સરકાર નરેન્દ્ર મોદીને આમંત્રણ આપે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

રાજ્ય સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના 22 કિ.મી.ના વિસ્તારમાં અનેક પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત જંગલ સફારી બનાવવામાં આવશે જેમાં દેશ-વિદેશના જંગલી પ્રાણીઓને લાવવામાં આવશે. જ્યારે પ્રવાસીઓ ખુલ્લામાં રખાયેલા પ્રાણીઓને જોઈ તેવી વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરવામાં આવશે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કુલ 22 જેટલા પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વિંદ્યાચલની પર્વતમાળા પર એડવેન્ચર ટ્રેકિંગ, ડિજિટલ ફોરેસ્ટ વર્લ્ડના પ્રોજેક્ટ, મહાન નેતાઓના મોટા કલ્ચર મુકવા, ટુરિસ્ટોને વિનામૂલ્યે Wifiની સુવિધાઓ ઊભી થનાર છે. સાથે તમામ રાજ્યોના હેન્ડલુમ સ્ટોર્સ પણ બનાવવામાં આવશે. જ્યારે નર્મદા નદીમાં રીવર રાફ્ટીંગની રાઇડ્સ પણ મુકવામાં આવશે. અને આ તમામ પ્રોજેક્ટ 31 ઓકટોબર પહેલા પૂરા કરવામાં આવશે. તેથી જ આ તમામ પ્રોજેક્ટનું વડાપ્રધાન મોદી કેવડીયા આવીને લોકાર્પણ કરે તેવી શક્યતાઓ છે.

ABOUT THE AUTHOR

...view details