ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પોરબંદરમાં આચારસંહિતાને પગલે લાયસન્સ વાળા હથિયારો જમા કરાવવાનો આદેશ

પોરબંદર: ચૂંટણીપંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી 2019 માટેનો કાર્યક્રમ નક્કી કરવામાં આવેલો છે. જે અંતર્ગત 23 એપ્રિલ 2019ના રોજ મતદાન યોજાશે. પોરબંદર જિલ્લામાં યોજાનારી આ ચૂંટણી દરમ્યાન જાહેર સલામતી જોખમાય તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. આ ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમા યોજાય તથા કાયદો વ્યવસ્થા જળવાય રહે તે હેતુસર પોરબંદર જિલ્લામા આવેલા તમામ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ પાકરક્ષણ તેમજ સ્વરક્ષણના પરવાના તળેના હથિયારો જમા કરવવાનો હુકમ કરવામાં આવેલો છે. પાંચ દિવસની અંદર આ હથિયારો સબંધીત પોલીસ સ્ટેશનને જમા કરાવી દેવાના રહેશે.

By

Published : Mar 15, 2019, 11:41 AM IST

porbanadar

આ હુકમમાં અપવાદ
પોરબંદર જિલ્લામાં ફરજ બજાવતા તમામ મેજીસ્ટ્રેટ, કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારનાં તમામ અધિકારીઓ/કર્મચારીઓ, કે જેઓને કાયદા મુજબ હથિયાર (સરકારી કે અંગત) ધારણ કરવાની મંજૂરી આપેલી છે અથવા પરવાનો ધરાવે છે, તે વ્યકિત ચૂંટણીની ફરજ પર હોય તો તેમને આ હુકમ લાગું પડશે નહી. બેંકનાં રક્ષણ માટે બેંકનાં મેનેજરશ્રીનાં હોદ્દાની રુએ પરવાનો મંજૂર કરાયેલા હોય તે પરવાના અન્વયેનાં હથીયારોને લાગુ પડશે નહી, મોટા ઐાદ્યોગિક એકમો, જાહેર સાહસો, બોર્ડ/નિગમની સલામતી માટે જ તે એકમનાં સંચાલક/જવાબદાર અધિકારીનાં નામે મંજૂર કરાયેલ પરવાનો લીધેલા હથિયારો તેમજ જિલ્લા મેજીસ્ટ્રેટ અથવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ ખાસ પરવાનગી આપેલ હોય તેઓને લાગુ પડશે નહી.

આ હુકમ રાષ્ટ્રીયકૃત બેન્કો કે જેઓને બેન્કની કેશ લઈ આવવા તથા લઈ જવા માટેની ફરજના ભાગ રૂપે બેન્કના હથિયાર રાખવાની પરવાનગી આપવામા આવેલી હોય તે વ્યક્તિને અને ધોરણસર પરવાનગી મેળવેલ હોય તેવા પરવાનેદારોને લાગુ પડશે નહિ.

ચૂંટણી પ્રક્રિયા પુરી થતા 7 દિવસમાં જ સબંધિત પરવાનેદારોને હથિયાર પરત સોંપી દેવાના રહેશે. આ હુકમનો ભંગ શિક્ષાને પાત્ર થશે.

પોરબંદર સબ ડીવીઝનના સમગ્ર વિસ્તારમાં કોઇપણ રાજકીય પક્ષો, ઉમેદવારો અને તેના કાર્યકરો સંબંધિત કોઇ ખાનગી, સાર્વજનીક જમીન, કમ્પાઉન્ડ, મકાન, મકાનની દિવાલોનાં માલિકની અગાઉથી લેખીત પરવાનગી મેળવ્યા સિવાય ચૂંટણીલક્ષી પ્રચારપત્રો ચોડીને લખીને, નિશાનીઓ ચીતરીને દિવાલો બગાડવી નહીં, નોટિસો કે સુત્રો લગાવવા નહી. આ હુકમનો ભંગ કરનારને ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ કાર્યવાહી કરાશે.

આદર્શ આચારસંહિતાનાં અમલને ધ્યાનમાં રાખીને પોરબંદર સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ કે.વી.બાટીએ હુકમ જારી કર્યો છે, તે મુજબ પોરબંદર સબ ડીવીઝનલ મત વિસ્તારમાં કેન્દ્ર કે રાજ્ય સરકારનાં, સહકારી મંડળીઓના, જિલ્લા પરિષદો વગેરે સરકારી અથવા એવી સંસ્થાઓ કે જેને સરકારે ભંડોળ આપ્યુ હોય તેવી સંસ્થાઓની માલીકીના હેલીકોપ્ટર, વિમાન, કાર, જીપ તથા કોઇપણ વાહનોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કરી શકાશે નહી તથા રાજકીય પક્ષ, ઉમેદવારો અને તેમનાં ચૂંટણી એજન્ટો, કાર્યકરોએ ચૂંટણી પ્રચાર માટે જતા કાફલામાં એક સાથે ત્રણથી વધુ વાહનો જેવા કે કાર, જીપ, બોટ, હોવર ક્રાફટ, પરીવહનનાં હેતુ માટે ઉપયોગ લઇ શકાય તેવું વાહન એક સાથે ત્રણથી વધુ સંખ્યામાં લઇ જઇ શકાશે નહી. આ હુકમનો ભંગ કરનાર સામે ભારતીય ફોજદારી અધિનિયમની કલમ 188 મુજબ કાર્યવાહી કરાશે તેમ યાદીમાં જણાવાયું છે.

ABOUT THE AUTHOR

...view details