દેશમાં મુખ્ય પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસની જરા હટી હવે સ્થાનિક પાર્ટીઓના નેતા દેશમાં ત્રીજો મોર્ચો બનાવાની ઉતાવળમાં લાગી ગયા છે.આ ત્રીજા મોરચામાં જોઈએ તો તેલંગણાના મુખ્યપ્રધાન કે.ચંન્દ્રશેખર રાવ ઉપરાંત ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયક, આંધ્રના મુખ્યપ્રધાન ચંન્દ્રબાબૂ નાયડૂ તથા YSRને જો અમુક સીટ મળશે તો તેઓ પણ આ મોરચામાં જોડાઈ શકે છે.
વાસ્તવમાં જોઈએ તો આ તમામ નામ એટલા માટે બહાર આવી રહ્યા છે કે, કારણ કે ભાજપની વિરુદ્ધમાં મોરચા માંડવામાં આ નેતાઓ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.જો કે, આ તમામ વાતનો જવાબ તો ત્યારે મળશે જ્યારે આ નેતાઓ પોતાના રાજ્યમાં સારી એવી સીટ જીતીને આવશે તો.
કેસીઆરે કર્ણાટકના સીએમ સાથે પણ વાતચીત કરી છે. તેમણે કેરળના મુખ્યપ્રધાન સાથે પણ વાત કરી છે. એવું કહેવાય છે કે, મમતા બેનર્જી સાથે પણ તેઓ સંપર્કમાં છે.
આ બાજુ વાઈએસઆર આંધ્રપ્રદેશમાં એક મોટી તાકાત બનીને બહાર આવી શકે છે. રાજકીય વિશ્લેષકોની માનીએ તો જો વાઈએસઆર મજબૂત થઈ રહી છે તો ક્યાંકને ક્યાંક ચંન્દ્રબાબૂ નાયડૂ કમજોર થશે.
આમ જોવા જઈએ તો વાઈએસઆરે હજૂ સુધી કોઈની સાથે જવાનો નિર્ણય કર્યો નથી. તેથી પરિણામ આવે ત્યાં સુધી રાહ જોવી પડશે કે, તેઓ કઈ બાજુ જાય છે.
નવીન પટનાયક ઓડિશાના મુખ્યપ્રધાન છે. ઓડિશામાં 21 સીટ છે તેમાંથી તેઓ કેટલી લઈ આવે છે તેના પર આધાર રાખશે કે તેમની રાજકીય બળ કેટલું ધરાવે છે.
વાઈએસઆરની માફક પટનાયકે પણ કોઈ પત્તું ખોલ્યું નથી તેમની રાજકીય નિર્ણય શક્તિ પર પરિણામ બાદ ખબર પડશે. જો કે, તેમના તરફથી નિવેદન આવ્યું હતું કે, રાજ્યના હિતમાં તેઓ નિર્ણય લેશે. ભાજપ અથવા કોંગ્રેસ જે પણ મજબૂત હશે તેના પક્ષમાં નિર્ણય લઈ શકે છે.