આ બનાવ ગાઝિયાબાદના મોદીનગર વિસ્તારનો છે, જયાં ધોરણ-6માં અભ્યાસ કરતાં આદિત્યની અપહરણ થયા બાદ હત્યા કરવામાં આવી હતી. જણાવ્યા પ્રમાણે શનિવાર મોડી સાંજે બે બાઇક સવાર તેના ઘર પાસે આવી તેના પિતાની દુકાન બતાવવા કહ્યું હતું. ત્યારબાદ આ બાળકએ દુકાનનું સરનામુ બતાવ્યું હતું, પરંતુ બંન્ને બાઇક સવારોએ જબરદસ્તીથી આદિત્યને પોતાની બાઇક પર બેસાડી પોતાની સાથે લઇને જતા રહ્યા.
ગાઝિયાબાદમાં અપહરણ પછી થઇ નિર્દોષની હત્યા, CCTV માં ઘટના કેદ - Gujarati News
નવી દિલ્હીઃ દિલ્હી નજીક આવેલા ગાઝિયાબાદમાં ધોરણ-6માં અભ્યાસ કરતાં નિર્દોષ બાળકનું કેટલાક બદમાશો દ્વારા અપહરણ કરી લેવામાં આવ્યું હતું. આનાથી પરેશાન માતા-પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ દિવસના સમયે બાળકનો મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો હતો.
બનાવથી જોડાયેલું CCTV ફૂટેજ પણ સામે આવ્યું છે, જેમાં બાળકને બાઇક પર લઇ જતાં જોઇ શકાતા હતા. મોડી સાંજે જ બાળકના માતા-પિતા તેને શોધી રહ્યા હતા. આ પહેલા જ બાળકનો મૃતદેહ નિવાડી વિસ્તારમાં મળી આવ્યો હતો.
પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટર્મોટમ માટે મોકલી આપ્યો હતો અને આ બનાવની તપાસ કરવામાં આવી રહી છે. નિર્દોષના હત્યારાને શોધવા પોલીસની સામે એક મોટો પડકાર બની ગયો છે, કારણ કે અપહરણ જે રીતે કરવામાં આવ્યું હતું, તે સ્પષ્ટપણે જાહેર થતું હતું કે, ગાઝિયાબાદના ગુનેગારો કેટલા બેખોફ બન્યા છે.