ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રના ધુળે નજીક ગુજરાતી હીરાના વેપારીની હત્યા - murder

ધુળેઃ ધુળે શહેર નજીક દોંડાઈચા-સોનગીર રોડ પર એક ગુજરાતી હીરાના વેપારીની હત્યા થઈ છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ ફેલાયો છે.

મહારાષ્ટ્રના ધુળેના નજીક ગુજરાતી હીરાના વેપારીની હત્યા

By

Published : May 30, 2019, 2:19 PM IST

શહેરના દોંડાઈચા-સોનગીર રોડ પર એક અજાણી વ્યક્તિ વિચિત્ર હાલતમાં જોવા મળી હતી. તે પછી સ્થાનિકોએ આ ઘટના વિશે પોલીસને માહિતી આપી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહની તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ વ્યક્તિ હીરાનો વેપારી હતો. જે એક ગુજરાતી છે. પોલીસે મૃતદેહના ફિંગર પ્રિન્ટ લઈ હત્યા અંગે તપાસ હાથ ધરી છે.

મહારાષ્ટ્રના ધુળેના નજીક ગુજરાતી હીરાના વેપારીની હત્યા

હાલ પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં આ ગુજરાતી વેપારીનું નામ મોતીલાલ ગોપાલ કાબરા બતાવવામાં આવી રહ્યું છે. મૃતદેહના પ્રાથમિક પુરાવા ફોરેન્સિકને મોકલવામાં આવ્યાં છે. આ પુરાવાના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં કહેવાઈ રહ્યું છે કે, વેપારીની રોકડ અને વહન માટે હત્યા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details