ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોદી સરકારની મહેનત રંગ લાવી, હવે જો ટ્રિપલ તલાક આપશે તો... - રાજ્યસભા

નવી દિલ્હીઃ વિપક્ષના વિરોધ છતાં બીલને ચોક્કસ સભ્યોની બનેલી કમિટીમાં મોકલવાની માગની વચ્ચે ટ્રિપલ તલાક બીલ રાજ્યસભામાંથી પસાર કરાયું હતું. રાજ્યસભામાં બીલના સમર્થનમાં 99 અને વિરોઘમાં 84 મત મળ્યાં હતાં. આ પહેલા બીલને સિલેક્ટ કિમીટીમાં મોકલવાની માગ સંસદમાં કરાઈ હતી. મતદાન દરમિયાન બીલને વિશેષ કમિટીમાં મોકલવાના પક્ષમાં 84 અને વિરોધમાં 100 મત મળ્યાં હતાં. આ બીલને મંજૂરી અપાવવા માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. રાજ્યસભામાં ત્રણ તલાક બીલ પાસ થવું એ મોદી સરકારની સૌથી મોટી જીત ગણાઈ રહી છે.

મોદી સરકારની સૌથી મોટી જીત, લોકસભા બાદ રાજ્યસભમાં પણ ટ્રિપલ તલાક બીલ કબૂલ

By

Published : Jul 30, 2019, 9:16 PM IST

જાણો ટ્રિપલ તલાક બીલની જોગવાઈ

  • ત્રણ તલાક એટલે કે, તલાક-એ - બિદ્દતને રદ્દ કરવો અને ગેરકાયદેસર બનાવવો
  • ત્રણ તલાકને ગંભીર અપરાધ ગણવાની જોગવાઇ, પણ પોલીસ વૉરંટ વગર આરોપીની ધરપકડ કરી શકતી નથી
  • ત્રણ વર્ષની સજાની
  • આ કેસમાં મહિલાએ જાતે અથવા તો કોઇ સંબંધી દ્વારા ફરિયાદ નોંધાવેલી હોવી જોઇએ
  • મેજિસ્ટ્રેટ આરોપીને જામીન આપી શકે છે. જામીન મહિલા પક્ષનું નિવેદન જાણ્યા બાદ જ મળશે
  • પીડીત મહિલાના અનુરોધ બાદ જ મેજિસ્ટ્રેટ સમજૂતીની પરવાનગી આપી શકે છે.
  • પીડીત મહિલા પતિ પર ભરણ-પોષણ મેળવવો દાવો કરી શકે છે. જેની રકમ મેજિસ્ટ્રેટ દ્વારા નક્કી કરવામાં આવશે,.
  • પીડીત મહિલા નાબાલિક બાળકોને પોતાની સાથે રાખી શકે છે. જેનો નિર્ણય મેજિસ્ટ્રેટ નક્કી કરશે.

બીલના પક્ષમાં સરકારની દલીલ

કાયદા પ્રધાન રવિશંર પ્રસાદે બીલની પર ચર્ચા કહ્યું હતું કે, ટ્રિપલ તલાક સંબંઘી ખરડાનો હેતુ મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવવાનો છે. જેને કોઇ રાજકારણ સાથે સરખાવવો ન જોઈએ. કાયદા પ્રધાને રાજ્યસભામાં મુસ્લિમ મહિલા (વિવાહ અધિકાર સંરક્ષણ) ખરડો 2019માં બીલ પસાર કરવાના મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે, "સુપ્રીમ કોર્ટ દ્વારા લેવાયેલાં એક નિર્ણય થકી આ પ્રથાને રોકવામાં આવી હતી. છતાં ટ્રિપલ તલાકની પ્રથામાં કોઇ ફેરફાર થયો નથી. લોકસભામાં ગયા અઠવાડિએ આ ખરડો પસાર કરવામાં આવ્યો હતો. રવિશશંકર પ્રસાદે આ અંગે જણાવ્યું હતું કે," ટ્રિપલ તલાકનું બીલને કોઇ વોટ બેન્ક ભરવા થતાં રાજકારણની દ્રષ્ટિએ જોવું ન જોઇએ. આ માનવતો નો પ્રશ્ન છે. આ મહિલાઓને ન્યાય અપાવવાના હેતુથી તેમની ગરિમા અને અધિકારને સુનિશ્ચિત કરવા માટે પસાર કરવામાં આવ્યું છે. "


વિપક્ષ તરફથી કરાયેલો વિરોધ

રાજ્યસભામાં કોંગ્રેસ સહિત મોટાભાગના વિપક્ષ દળની સાથે-સાથે અન્નાદ્રમુક, YSR કોંગ્રેસે પણ ટ્રિપલ તલાકના ખરડાનો પ્રતિકાત્મક વિરોધ કર્યો હતો. જેમને આ ખરડાને ચોક્કસ વ્યક્તિઓ દ્વારા બનેલી કમિટીમાં મોકલવાની માગ કરી હતી. વિપક્ષ દળોના સભ્યોનો મુખ્ય હેતુ મુસ્લિમ પરિવારોના ઘરોને તોડવાનો હતો. ઉપલાગૃહમાં (વિવાહ અધિકાર સંરક્ષણ) આ ખરડા પર 2019ની ચર્ચામાં ભાગ લેતાં પ્રતિપક્ષ ગુલામ નબી આઝાદે પ્રશ્ન કર્યો હતો કે, જ્યારે તલાક આપનાર પતિને ત્રણ વર્ષ માટે જેલમાં મોકલવામાં આવશે ત્યારે તેની પત્ની અને બાળકોનું શું થશે? તેમણે કહ્યું હતું કે, અહીં ઘર જોડવાને બદલે તેને તોડાવાના પ્રયત્ન કરાઇ રહ્યાં છે. એટલે મારા મતે આ ખરડાનો હેતું મુસ્લિમ પરિવારોને તોડવાનો છે. લગ્ન એક ઇસ્લામમાં લગ્ન એક દિવાની કરાર છે.

JDUનો વિરોધ

ટ્રિપલ તલાકની ચર્ચામાં ભાગ લેતાં JDUના વશિષ્ઠ નારાયણ સિંહે ખરડાનો વિરોધ કરતાં કહ્યું હતું કે, " હું ખરાડાની તરફેણ અને તેના વિરોધમાં કંઇ કહેવા માગતો નથી. અહીં દરેક પક્ષની પોતાની અલગ વિચારધારા છે. બધાને અધિકાર છે કે તેઓ પોતાના વિચારો સાથે જીવે. આમ, ખરડા મુદ્દે મઘ્યસ્થી વલણ દાખવીને તેમને ખરડાનો વિરોધ નોંધાવ્યો હતો.

TMCની સરકારને સલાહ

તૃણમૂલ કોંગ્રેસના ડોલા સેનને ટ્રિપલ તલાક સંબંઘિત ખરડાના પ્રાવધાનોની ચર્ચા કરતાં કહ્યું હતું કે," જો તલાક આપનાર પતિને જેલને ભેગો કરવામાં આવશે તો તેની પત્નિ અને બાળકોનું શું થશે? સેને સરકારને સલાહ આપી હતી કે, આ ખરડાને વિશેષ કમિટીમાં મોકલવામાં આવે.આ રીતે ટ્રિપલ તલાકના ખરડાના અપરાધ ગણાવીતાં તેના પ્રાવધાનને હટાવવાની માગ કરી હતી."

સમાજવાદી પાર્ટીનો વિરોધ

સમાજવાદી પાર્ટીના જાવેદ અલી ખાને વિરોધ નોંધાવતા કહ્યું હતું કે, " સરકારે વિચારવું જોઇએ કે, જે પત્નીઓને તેમના પતિ છોડી દે છે. તેમના પતિને સજા ફટકારવાની સાથે તેમના ગુજરાનની પણ વ્યવસ્થા કેવી રીતે થશે? " મુસ્લિમ લગ્ન એક દિવાની કરાર છે, અને તલાક એ કરારનો અંત છે. પણ સરકાર આ કરારને અપધિકરણમાં ફેરવી રહી છે. તેમણે સરકાર પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, "સરકાર પોતાના રાજકીય હિત માટે આ ખરડો લાવી તે યોગ્ય નથી. "

આમ, વિપક્ષોની સાથે અન્નદ્રમુકના એ.નવનીત કૃષ્ણનને ટ્રિપલ તલાક બીલનો વિરોધ કરતાં બીલને વિશેષ કમિટીમાં મોકવાની માગ કરી હતી. સાથે આવો કાયદો લાવવા માટે સંસદ સક્ષમ ન હોવાનું જણાવ્યું હતું. સાથેટ્રિપલ તલાકનો ખરડો બંધારણીય રીતે યોગ્ય ન હોવાનું કહ્યું ,તો દ્રમુકના ટી.કે.એસના ઇલાનગોવનને વૈકલ્પિક ખરડો રજૂ કરવાની સલાહ આપી હતી.

રાકાંપાના માજિદ મેનને જણાવ્યું હતું કે, જ્યારે સુપ્રીમ કોર્ટ આ અંગે ચુકાદો આપી દીધો ત્યારે જ આ કાયદો બની ગયો હતો. એવામાં અલગ કાયદો બનાવવો અને અનોપૌરાચિક પગલું છે. YSR કોંગ્રેસના વિજયસાંઇ રેડ્ડીએ પણ ટ્રિપલ તલાકનો વિરોધ નોંધાવતાં કહ્યું હતું કે,ટ્રિપલ તલાકમાં જેલની સજા કેવી રીતે થઇ શકે? સજાના કારણે બે પક્ષ વચ્ચે સમજૂતી થવાનો કોઇ વિકલ્પ જ નહીં રહે.

ટ્રિપલ તલાક બીલ પરની ચર્ચા માટે ચાર કલાકનો સમય નક્કી કરાયો હતો. બીલને લઇને BJPના સાંસદોએ પહેલાં વ્હિપ જાહેર કર્યુ હતું. રાજ્યસભામાંથી જ્યારે JDU અને AIDMKએ વૉકઆઉટ કર્યુ ત્યારે મોદી સરકાર માટે બીલ પાસ કરાવવું સરળ થઇ ગયું હતું. JDU અને AIDMKના વૉકઆઉટ બાદ રાજ્યસભામાં સભ્યોની સંખ્યા 213 હતી. એવામાં સરકારને બહુમતી મેળવવા માટે 109 મતની જરૂર હતી. આ પહેલાં વિપક્ષનો ભારે વિરોધ હોવા છતાં લોકસભામાંથી આ બીલ સરળતાથી પસાર થરયું હતું. જો કે, લોકસભામાં JDUએ મત આપ્યો નહોતો.ત્યાં દ્રમુકના પ્રમુક એમ.કે સ્ટાલિને લોકસભામાં ટ્રિપલ તલાકના બીલની તરફેણ કરી હતી. જેને લઇને શુક્રવારનો રોજ ચીર પ્રતિદ્વંદ્વી પાર્ટી અન્નાદ્રમુકના નિર્ણયને વખોડતાં આરોપ લગાવ્યો હતો કે, "તે ભગવા પાર્ટીની વિચારધારાને સ્વીકારી તેનો ક્લોન બની ગઇ છે."

2019 લોકસભામાં મુસ્લિમ મહિલા (વિવાહ અધિકાર સંરક્ષણ) ખરડાની ચર્ચામાં ભાગ લેતાં કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઇએ કહ્યું હતું કે, ભાજપની તરફથી એવી અફવા ફેલાવવામાં આવી રહી છે કે, પાર્ટીનો ધ્યેય સ્પષ્ટ નથી. અમે જણાવા માગીએ છીએ કે,ટ્રિપલ તલાક વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના નિર્ણયને સૌથી પહેલાં કોગ્રેસને આવકાર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસનો વિરોધ ફક્ત ટ્રિપલ તલાકની ફોજદારીમાં બનવવા માટેનો છે. જ્યારે આ દિવાની મામલો છે. ગોગોઇએ આ બીલને સ્થાયી સમિતિ પાસે મોકલવાની માગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details