નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે એન્ટી ટીબી દવાઓના નિકાસ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે કારણ કે કોવિડ-19ના પગલે લાગુ કરાયેલા લોકડાઉનથી આ દવાના ઉત્પાદનને અસર થઈ છે. કેન્દ્રીય સ્વાસ્થય સચિવ પ્રીતિ સુદાને જણાવ્યું હતું કે, ઉત્પાદન અને સપ્લાય કરવામાં વિલંબને લીધે આ દવાઓની અછત થઈ શકે છે.
ટીબી નિરોધક દવાઓના નિકાસ પર પ્રતિબંધની લાવવાની સ્વાસ્થય મંત્રાલયે કરી માગ - ગુજરાત કોરોના સમાચાર
કોરોના કહેરના લીધે એન્ટી ટીબી દવાઓના ઉત્પાદનને અસર થઈ છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થય સચિવ પ્રીતિ સુદાને આ દવાઓના નિકાસ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે.

એન્ટી ટીબી દવાઓના નિકાસ પર પ્રતિબંધની સ્વાસ્થય મંત્રાલયે કરી માંગ
સુદાને આ કાર્ય સાથે સંકળાયેલા સરકારી અધિકારીઓને અપીલ કરી છે કે, ટીબી વિરોધી દવાઓના નિકાસ કરવા ફાર્માસ્યુટિકલ વિભાગને સૂચના આપો. જળ અને સ્વચ્છતા સચિવ પરમેશ્વરન અય્યરને એક પત્રમાં તેમણે કહ્યું છે કે, આવી સ્થિતિથી દેશમાં ટીબીના દર્દીઓની સારવાર પર ભારે અસર થઈ શકે છે. અય્યર સપ્લાય ચેઇન અને લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ પ્રદાન કરનારા જૂથના અધ્યક્ષ પણ છે.