નાંદેડ: મહારાષ્ટ્રના નાંદેડમાં એક આશ્રમમાં સાધુની હત્યા કર્યાનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હત્યાનું કારણ હજી અકબંધ છે. આ કેસમાં પોલીસે આરોપીને તેલંગણાના નિર્મલ વિસ્તારમાંથી ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, 23-24 મેના રોજ બપોરે 1.30 વાગ્યે નાંદેડના નંગથાના મઠ ખાતે બાળ તપસ્વી રૂદ્ર પશુપતિનાથની હત્યા કરવામાં આવી હતી. મઠમાં રહેતા અન્ય એક વ્યક્તિની પણ હત્યા કરવામાં આવી હતી.
આ બનાવના સંદર્ભમાં નાંદેડના પોલીસ અધિક્ષક વિજયકુમાર માગરે જણાવ્યું છે કે, મૃતક સાધુ અને આરોપી બંને એક જ સમુદાયના છે. હત્યા કેસમાં કોઈ સાંપ્રદાયિક પાસું સામે આવ્યું નથી. હાલ પોલીસે તેલંગણાના નિર્મલ વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી છે.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના પર ટ્વિટ કરીને કહ્યું હતું કે "નાંદેડ જિલ્લામાં સાધુ અને અન્ય સેવકની હત્યા કરવાની ઘટના આઘાતજનક છે. રાજ્ય સરકારને મારી વિનંતી છે કે, તમામ આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તેમને કડક સજા આપવામાં આવે."
આ અગાઉ 16 એપ્રિલના રોજ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ગામલોકોના એક જૂથે ચોર હોવાની આશંકાએ કારમાંથી ત્રણ લોકોને માર માર્યો હતો. આ તમામ લોકો મુંબઈથી ગુજરાત એક જતા ત્રણેય લોકોની અંતિમયાત્રામાં જોડાવા માટે જઇ રહ્યા હતા. આ ત્રણેય લોકો મુંબઇથી સુરત જઈ રહ્યા હતા.