ઇલેક્ટ્રોનિક સિગરેટ નિષેધ બિલ-2019 પર લોકસભામાં થયેલી ચર્ચાના જવાબ આપતા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન ડૉ.હર્ષવર્ધને જણાવ્યું કે, તમાકુ કંપનીઓ અલગ-અલગ નામથી સિગરેટનો વ્યાપાર કરે છે અને તેમા કેટલીક કંપનીઓ ભારતમાં પોતાનું ઉત્પાદન લઇ આવવા માગે છે.
ઇ-સિગારેટ પર પ્રતિબંધ મૂકનારા બિલને લોકસભાએ મંજૂરી આપી
નવી દિલ્હી: ઇ-સિગરેટ પર પ્રતિબંધને યુવાનોના સ્વાસ્થ્ય માટે મહત્વપુર્ણ જાહેરાતને લઇને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન ડૉ. હર્ષવર્ધને બુધવારે કહ્યું કે, કેટલીક તમાકુ કંપનિઓ ભારતમાં ઇ-સિગરેટનું ઉત્પાદન કરવા પાછળ યુવા વર્ગને ટાર્ગેટ કરતા હોય છે. તેવામાં એક જવાબદાર સરકાર હોવાને લઇને તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
ઇ-સિગારેટ પર પ્રતિબંધ મૂકનારા બિલને લોકસભાએ મંજૂરી આપી
ઇ-સિગરેટનો ઉકેલ અને તેનુ ઉત્સર્જનને નુકસાનકારક માનવામાં આવે છે. બિલમાં જોગવાઇ કરવામાં આવી છે કે, તેમાં અધિકૃત અધિકારીએ ઇલેક્ટ્રોનિક સિગરેટોનું પેકેટ રાખનારા કોમ્પલેક્ષમાં પ્રવેશ કરવા અને ચેક કરવા ઉપરાંત તેને કબ્જે કરવાનો અધિકાર રહેશે.