- 'CBI દ્વારા તપાસ થવી જોઈએ'
દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટિ દ્વારા આયોજીત પત્રકાર પરિષદ દરમિયાન દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ સુભાષ ચોપડાએ આમ આદમી પાર્ટી સરકાર પર શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું કે, લોકોને 200 યુનિટ સુધી મફત વીજળી આપવાની આડમાં દિલ્હીની કેજરીવાલ સરકારે વીજળી કંપનીઓને રુપિયા 10 હજાર કરોડનો ફાયદો પહોંચાડ્યો છે. માટે આ પુરા પ્રકરણની તપાસ CBI દ્વારા થવી જોઈએ.
- '600 યુનિટ સુધી રાહત પેકેજ આપશે કોંગ્રેસ'
પત્રકાર પરિષદ દરમિયાન દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ સુભાષ ચોપડાએ કહ્યું કે, વીજ ગ્રાહકોને લાભ આપવા માટે કોંગ્રેસ પાર્ટી 600 યુનિટ સુધીનું રાહત પેકેજ આપશે. તેમણે કહ્યું કે, આ યોજના અંતર્ગત ખેતીમાં વપરાતા ટ્યુબવેલને વિના મૂલ્યે વીજળી આપવામાં આવશે. તે ઉપરાંત નાના દુકાનદારોને વેપારી વર્ગમાંથી બહાર કાઢી તેમને ઘરેલૂ શ્રેણીમાં મૂકવામાં આવશે. આ સાથે જ તેમને પણ 200 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે.
- 'જનતા સાથે છેતરપિંડી કરી રહી છે કેજરીવાલ સરકાર'
પત્રકાર પરિષદ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રધાન હારુન યુસુફે કહ્યું કે, કેજરીવાલ સરકાર દ્વારા ખાનગી વીજ કંપનીને રુપિયા 8 હજાર 532 કરોડની સબસિડી આપવી એ એક મોટું કૌભાંડ છે. કેજરીવાલે દિલ્હીની જનતાને વચન આપ્યું હતું કે, સબસિડીની રકમ સીધા જ તેમના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે. તો પછી એવું તો શું કારણ છે કે, સબસિડી ગ્રાહકોના ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવી રહી નથી.