આ કાવડિયામાં દરેક ઉમરના લોકો સામેલ છે. જેમાં કેટલાક લોકો વિદેશમાંથી ભગવાનના દર્શન કરવા પહોચ્યાં છે. જેમાં વૃદ્ધ કાંવડિયામાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યુ કે, તે છેલ્લા 43 વર્ષથી જળાભિષેક કરવા આવે છે.
- આ કાવડિયા યાત્રા દરમિયાન બોલો બમ મંત્રનો ઉચ્ચાર કરતા નથી.
- કાવડિયા દોઢ લાખ મંત્રના જાપ કરી તેમની કાંવડ યાત્રા પુર્ણ કરે છે.
- યાત્રા દરમિયાન કોઈ પણ કાવડિયા વાત કરતા નથી.
- આ સમુહમાં સામેલ કેટલાક કાવડિયા સતત 43 વર્ષોથી આવે છે.
- તો કેટલાક 25 વર્ષથી સતત સુલ્તાનગંજ આવે છે.
- માત્ર દર્શનથી મનોકામના પુર્ણ થાય છે.
આ વખતે સુલ્તાનગંજ પહોચેલા કાંવડિયા વ્યવસ્થાને લઈ સંતુષ્ટ જોવા મળ્યા હતા. તેમણે સરકાર તરફથી કરવામાં આવેલી વ્યવસ્થાના વખાર્ણ કર્યા છે. સતત 20 વર્ષથી આવી રહેલા કાવડિયાએ કહ્યુ કે, તેમના પૂર્વજો અહિ આવતા હતા. માતા-પિતા, અને દાદાના કારણે તેમને પણ ભક્તિભાવ જાગ્યો છે. તેમણે કહ્યુ કે, અહિ તેમની બધી જ મનોકામના પુર્ણ થાય છે.
- શ્રાવણ મહિનાની રાહ જુએ છે.
ભક્તો શ્રાવણ માસની રાહ જુએ છે. ભક્તોને વિશ્વાસ છે કે, બાબા વૈધનાથ ધામમાં રાવણેશ્વર મહાદેવને જળાભિષેક કર્યા બાદ ભગવાન શિવ તેમની વર્ષ દરમિયાન રક્ષા કરે છે. જેનાથી તેમને કોઈ રોગ થતો નથી. વ્યવસ્થાને લઈ કાવડિયાએ આ વખતે સરકાર પ્રતિ ખુબ સંતોષ જોવા મળ્યો હતો. તેમણે કહ્યુ કે, બિહારની નીતિશ કુમારની સરકારે સારી વ્યવસ્થા કરી છે. કાવડિયાએ કહ્યુ કે, રસ્તામાં એક પથ્થર પણ જોવા મળતો નથી. સમગ્ર યાત્રા સરળથી પુર્ણ થાય છે.