- આજે જોહરની નમાઝ માટે મોટી સંખ્યામાં લોકો જમા મસ્જિદ પહોંચ્યા
- જામા મસ્જિદમાં નમાજ પઢવા આવતા લોકો માટે નિયમો બનાવવામાં આવ્યાં
- નમાજ પઢતી વખતે માસ્ક લગાવવુ ફરજિયાત
જામા મસ્જિદ સામાન્ય નમાઝીઓ માટે ફરીથી ખોલવામાં આવી છે, નિયમો સાથે પૂજા અર્ચના કરી શકે છે
દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને 4 જુલાઇએ નમાજ પર લગાવેલી પાંબધીને આજે ખતમ કરવામાં આવી છેે. આજે જોહર નમાજમાં મોટી સંખ્યામાં લોકો જામા મસ્જિદ પહોચ્યાં હતા અને નમાજ આદા કરી હતી. 24 માર્ચે લોકડાઉન દેશ ભરમાં જાહેર કરવામાં આવ્યુ હતુ. લોકડાઉન બાદ બધા ધાર્મિક સ્થળોને બંધ કરવામાં આવ્યાં હતા..
અનલોક -1માં દેશના તમામ ધાર્મિક સ્થળો ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા જામા મસ્જિદના ઇમામ સૈયદ અહમદ બુખારીએ 4 જુલાઈ સુધી જામા મસ્જિદમાં નમાઝ પઢવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જે આજે હટાવી દેવામાં આવ્યો છે..
આજે જોહરની નમાઝ માટે મોટી સંખ્યામાં લોકો જમા મસ્જિદ પહોંચ્યા હતા અને સોશિયલ ડિસટન્સનુ પાલન કરીને જામા મસ્જિદમાં નમાઝ પઠી હતી. જામા મસ્જિદમાં નમાજ પઠવા આવતા લોકો માટે નિયમો બનાવવામાં આવ્યાં છે. કે નમાજ પઠતી વખતે માસ્ક લગાવવુ ફરજિયાત છે. નમાજ પઢવા માટે ઘરેથી સામાન લાવી નિયમો સાથે પૂજા અર્ચના કરી શકશે..