ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નોઇડામાં વાવાઝોડાની અસર, ડીએનડી રસ્તો બંધ

બુધવારે સાંજે ભારે પવનની સાથે તોફાન આવતા નોઇડા ડી.એન.ડી.રોડ પર એક ભારે બોર્ડ રસ્તાની વચ્ચે પડી જતા નોઈડાથી દિલ્હી અને દિલ્હીથી નોઈડા જવાનો રસ્તો બ્લોક થઈ ગયો હતો. જેના કારણે બન્ને તરફ લોકો અટવાયા હતા.

etv bharat
નોઇડામાં તોફાનની અસર, ડીએનડી બંધ

By

Published : Jun 10, 2020, 10:43 PM IST

દિલ્હી : લોકડાઉન પછી અનલોક-1 લગાવવામાં આવ્યું છે. નોઇડાથી દિલ્હી અને દિલ્હીથી નોઇડા તરફ જતા રસ્તા પર ડી.એન.ડી.ની પરવાનગી વગર નોઇડામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેથી પોલીસ લોકોને ચેકીંગ કરીને આગળ જવા દઇ રહી હતી. તે દરમિયાન બુધવારે સાંજે તોફાન આવતા નોઇડા ડી.એન.ડી.રોડ પર ભારે બોર્ડ રસ્તાની વચ્ચે પડી ગયો હતો. જેના કારણે નોઈડાથી દિલ્હી અને દિલ્હીથી નોઈડા જવાનો રસ્તો સંપૂર્ણ રીતે બ્લોક થઈ ગયો હતો. જેઓ નોઈડા તરફ હતા તેઓ નોઈડા રહી ગયા અને દિલ્હી તરફ હતા તે દિલ્હીમાં અટવાઈ ગયા હતા. જો કે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી.

બોર્ડના કારણે બંધ થયો રસ્તો
ડીએનડી પર એક ભારી બોર્ડએ રીતે પડ્યું કે, નોઇડાથી દિલ્હી અને દિલ્હીથી નોઇડા આવવાવાળા દરેક લોકોને રોકો દીધા હતા. જેના કારણે બન્ને તરફથી રસ્તા સંપૂર્ણ રીતે બંધ થઇ ગયા હતા. નોઇડાના લોકો અડધે રસ્તે પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે રસ્તો બંધ છે તો અડધેથી જ પરત થઇ ગયા હતા. ત્યાં જ દિલ્હીના લોકો ડીએનડીની તરફ આવતા તેમને જાણ થઇ તો તે પણ દિલ્હી પરત જતા રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details