ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લૉકડાઉનની લોકોના માનસિક સ્વાસ્થ્ય પર પડી રહેલી અસરો વિશે સંશોધનકારો શું માને છે?

કોરોના વાઈરસની અસરને પહોંચી વળવા માટે સરકારોએ પોતાના દેશમાં લૉકડાઉન કર્યું છે. તેવામાં લોકોની માનસીક સ્થિતિ અને તેમના સામાન્ય જીવન પર લૉકડાઉનની નકારાત્મક અસર પહોંચી શકે છે. Covid-19 સામેની આ લડાઈ એ રીતે આગળ વધી રહી છે કે તેનો અંત ક્યારે આવશે અને કેટલા લોકોને તેના કારણે નુકસાન થશે તે કહેવું કોઈપણ માટે મુશ્કેલ છે.

The impact of lockdown on people's mental health
લૉકડાઉનની લોકોના માનસિક સ્વાસ્થ્ય પર પડી રહેલી અસરો વિશે સંશોધનકારો શું માને છે?

By

Published : Apr 8, 2020, 11:13 PM IST

ન્યૂઝડેસ્ક: કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે દુનિયાભરના દેશો જે નિયમો અને નીતિઓને અપનાવી રહ્યા છે. તેની લોકોની માનસિક સ્વાસ્થ્ય અને સામાન્ય જનજીવન પર કેવી અસર પડશે એ કહેવુ મુશ્કેલ છે.

આવી મહામારીના સમયમાં લોકોને લાગે છે કે પરિસ્થિતિ કાબુ બહાર છે. લોકોના રોજીંદા જીવનમાં પણ લોકો અનિશ્ચિતતાઓનો સામનો કરે છે.

કોરોના વાઈરસ સામે લડત માટે આપવામાં આવી રહેલી સુચનાઓ, “ઘરની અંદર જ રહો” કે ”તમારા હાથને વારંવાર ધુઓ” અથવા ”સામાજીક મેળાવળાઓથી દુર રહો” જેવી કેટલીક સુચનાઓને દુનિયાભરના લોકોએ સ્વીકારી છે પરંતુ લાંબા દિવસોના લૉકડાઉન બાદ હવે લોકો ચિંતા અને કંટાળાનો અનુભવ કરી રહ્યા છે. આ સ્થિતિમાં તેમની માનસિક સ્થિતિ માટે તેમને મદદની જરૂર પડી રહી છે.

કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે સરકારના આદેશ બાદ શાળા, વ્યાપાર-રોજગાર અને એક જગ્યાએથી બીજી જગ્યાના પ્રવાસ ઠપ્પ થયા છે. કેટલાક નિષ્ણાંતો માને છે કે અર્થતંત્ર અને સમાજની આ પરીસ્થીતિને કારણે લોકોના માનસીક સ્વાસ્થ્ય પર અસર પહોંચી શકે છે.

લોકોને કોરોના વાયરસના ઇનફેક્શન અથવા તેની શંકાને આધારે વધુને વધુ હોમ કોરોન્ટાઇનમાં અથવા આઇસોલેશનમાં રહેવાનું કહેવામાં આવે છે. ત્યારે નિષ્ણાંતો માને છે કે આવા સમયે લોકોના માનસીક સ્વાસ્થ્ય પર પડતી અસરોને અવગણી ન શકાય. માટે લોકોને આવા સમયે માનસીક ટેકો આપવાની પણ જરૂર છે.

તાજેતરમાં ઇમ્પીરીયલ કોલેજ ઓફ લંડનમાં આપવામાં આવેલા એક રીપોર્ટ પ્રમાણે, જો ગ્લોબલ લોકડાઉન તરફ વિશ્વના દેશો ન વળ્યા હોત અને જો સરકારોએ સોશીયલ ડીસ્ટન્સીંગની અમલવારી ન કરી હોત તો, કોરોના વાયરસને કારણે 2 મીલિયન અમેરીકન્સ અને ગ્રેટ બ્રીટનમાં 5,00,000 મૃત્યુને ભેટ્યા હોત.

આ રીપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યુ છે કે આ વાયરસની અસરોને કાબુમાં લાવવા માટે 18 મહિના સુધી આ પ્રકારે કેટલીક ચીજો અને મેળાવળાઓ પર પ્રતિબંધો લાદવા જરૂરી બનશે.

Covid-19 સામેની આ લડાઈ એ રીતે આગળ વધી રહી છે કે તેનો અંત ક્યારે આવશે અને કેટલા લોકોને તેના કારણે નુકસાન થશે તે કહેવું કોઈપણ માટે મુશ્કેલ છે. પરંતુ ઇતિહાસ પર નજર કરીએ તો, લાંબા ગાળાના આર્થિક નુકસાન તેમજ સોશીયલ ડીસ્ટન્સીંગ લાંબા કે ટુંકા ગાળા દરમીયાન લોકો પર માનસીક અસર પડતી હોય છે.

ઓક્સફર્ડ યુનિવર્સીટીના જાણીતા લેખક આરોન રીવ્ઝ દ્વારા પ્રસીદ્ધ કરવામાં આવેલા એક સંશોધનમાં કહેવામાં આવ્યુ છે કે, બેકારીના કારણે કારણે યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં આત્મહત્યામાં પણ વધારો થઈ રહ્યો છે.

મંદી દરમીયાન, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સમાં બેકારીમાં 10%નો વધારો થયો હતો ત્યારે આત્મહત્યાના કીસ્સાઓમાં પણ મોટા પ્રમાણમાં વધારો થયો હતો. એ વખતે સામાન્ય કરતા 4,750 વધુ મૃત્યુ નોંધાયા હતા. માટે જો બેકારીનાં આંકડાઓમાં વધારો થશે તો આત્મહત્યામાં પણ વધારો થવાની શક્યતા છે.

સ્થાનિક આરોગ્ય વિભાગ ડાયાબીડીસ જેવી ક્રોનીક બીમારીઓનો ઈલાજ કરી રહ્યા છે. તેઓ પોઇઝનીંગને રોકવા માટે પણ મદદ કરી રહ્યા છે. આ સાથે તેઓ ફ્લુ, ક્ષય અને હડકવાને ફેલાતો રોકવામાં પણ મદદ કરી રહ્યા છે.

ગવર્નમેન્ટ અફેર્સના ચીફ, એન્ડ્રીયન કાસાલોટીએ જણાવ્યુ હતુ કે, પ્રોપર્ટી અને સેલ્સ ટેક્સ રેવન્યુમાં થનારા ઘટાડાથી હેલ્થ ડીપાર્ટમેન્ટને પણ અસર પહોંચશે.

યુરોપીયન ફેડરેશન ઓફ સાઇકોલોજીસ્ટનું માનવુ છે કે વીડિયો ચેટ દ્વારા ઓનલાઇન કન્સલ્ટન્સી, મહામારીના આ દીવસોમાં લોકો સુધી સાઇકોલોજીકલ કેર અને થેરાપી પહોંચાડવાનો સારો વિકલ્પ હોઈ શકે છે.

ઐયાશ મલીક, WHOના મેન્ટલ હેલ્થ એક્સપર્ટ માને છે કે, “Covid-19 દરમીયાન લોકોના જાહેર આરોગ્યનો ખ્યાલ કરતી વખતે લોકોના માનસીક સ્વાસ્થ્યને પણ ધ્યાનમાં લેવુ ખુબ જરૂરી છે” તેઓના કહેવા પ્રમાણે કટોકટીના આ સમયમાં હેલ્થવર્કર અને બાળકો સૌથી વધુ માનસીક રીતે અસરગ્રસ્ત થઈ શકે છે.

આગળના દીવસોમાં આ બીમારીને કારણે થયેલા નુકસાનનું સ્પષ્ટ ચીત્ર સામે આવશે અને તેના પર સરકાર અને આરોગ્યના નીષ્ણાંતો આ મહામારીથી કેટલા લોકોનો જીવ ગયો છે તેના વીશે કહી શકશે.

ABOUT THE AUTHOR

...view details