ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચક્રવાત અમ્ફાન: દીગાનું પ્રતિષ્ઠિત ઝાઉનું જંગલ નાશ પામ્યું

દીગા બીચનું આકર્ષણ એવા ઝાઉના જંગલને ચક્રવાત અમ્ફાનને ખેદાનમેદાન કરી નાખ્યું છે. અમ્ફાનને કારણે આશરે 400 એકર જમીન પર વાવેલા હજારો ખજૂરના વૃક્ષો ઉખડી ગયા છે. જેના કારણે દીગાનો પ્રવાસન ઉદ્યોગ પણ સંકટમાં આવી ગયો છે. જો કે, વન વિભાગે નવા વૃક્ષો વાવવાની શરૂઆત કરી છે.

By

Published : May 24, 2020, 11:39 AM IST

Jhau forest of digha
Jhau forest of digha

પશ્ચિમ બંગાળ: ચક્રવાત અમ્ફાન દ્વારા ઝાઉ જંગલના કેટલાક વૃક્ષો સંપૂર્ણ રીતે નાશ પામ્યા છે. દીગામાં લગભગ 400 એકર જમીનમાં ઝાઉના ઝાડ હતા. પરંતુ ચક્રવાત અમ્ફાનને કારણે દરિયાકાંઠે આવેલું ઝાઉનું જંગલ નાશ પામ્યું છે. વન વિભાગે ઝાઉના વૃક્ષોનું વાવેતર શરૂ કર્યું છે.

ઝાઉના જંગલને ચક્રવાત અમ્ફાનને ખેદાનમેદાન કરી નાખ્યું

વન વિભાગ અને સ્થાનિકોના જણાવ્યા મુજબ, કેટલાક લોકોની અતિરિક્ત જરૂરિયાતો અને આધુનિકતા પછળની દોટને કારણે દીગાની સુંદરતા પહેલાથી જ બરબાદ થઈ ગઈ હતી. હજારો પામ વૃક્ષો કાંકરેટના જંગલ સામે લડતા હતા. સમુદ્ર અને દીગાના અસ્તિત્વમાં આ વૃક્ષો ઉભા હતા. પરંતુ રાક્ષસ અમ્ફાનને કારણે તેમનું અસ્તિત્ત્વ હવે જોખમમાં છે.

દીગાના રહેવાસી અને પર્યાવરણવિદ સત્યબ્રાત દાસે જણાવ્યું કે, અમ્ફાને આપણા કિંમતી સંસાધનો છીનવી લીધા છે. આ ચક્રવાત બાદ ફક્ત સમુદ્રના ઘુઘવાટા સંભળાય છે, પક્ષીઓમાં ચંચળતા રહી નથી. તેમના માળાઓ નષ્ટ થઈ ગયા છે. ઘણાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. જે હતું એ બધુ ખતમ થઈ ગયું છે. દિઘામાં દરિયા અને ખજૂરની ખેતીના કારણે પ્રવાસન ઉદ્યોગનો વિકાસ થયો હતો. હવે સવાલ એ છે કે શું આ વિનાશ બાદ પ્રવાસન ઉદ્યોગ ફરી શરૂ થઈ શકશે?

ABOUT THE AUTHOR

...view details