ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડમાં નોંધાયું છે નામ
દિલ્હીના પુસ્તક મેળામાં PM મોદી છવાયા, ઉંમર, લંબાઈ અને વજનના આધારે બનાવાયુ પુસ્તક - book fair 2020
નવી દિલ્હીઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા આજે સમગ્ર વિશ્વમાં છે, જેનું એક ઉદાહરણ દિલ્હીમાં લાગેલા પુસ્તક મેળામાં જોવા મળ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતના એક વ્યક્તિએ તેમના લંબાઈ અને વજન જેટલું પુસ્તક બનાવ્યું છે. એટલું જ નહીં પણ આ પુસ્તકની વિશેષતા છે કે પુસ્તકમાં પાનાં પણ વડાપ્રધાનની ઉંમર જેટલા રખાયા છે.
પુસ્તકનું નિર્માણ કરનારા વ્યક્તિ અપૂર્વ શાહે ઈટીવી ભારતને જણાવ્યું કે તેમણે આ પુસ્તક વર્ષ 2019માં બનાવ્યું હતુ અને આ પુસ્તકનું વજન વડાપ્રધાન જેટલુ 77 રખાયું છે. તેમજ તેની લંબાઈ વડાપ્રધાન જેટલી 5.7 રખાયું છે. આ પુસ્તકમાં વડાપ્રધાનના જીવન સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ વાતો લખાયેલી છે.
અપૂર્વ શાહનું કહેવું હતુ કે વડાપ્રધાન મોદી પર કેટલાક પુસ્તકો લખાયા છે. પરંતુ, આ વિશ્વનું પ્રથમ પુસ્તક છે જેનું વજન અને લંબાઈ વડાપ્રધાન જેટલી છે. એટલે તેનું નામ બુક ઑફ રેકૉર્ડમાં નોંધાયુ છે.