રાજકીય ખચકાટના લગભગ 20 વર્ષ પછી, સરકારે હવે CDSની નિમણૂંકને મંજૂરી આપી દીધી છે. CDSની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સ્વતંત્રતા દિનના વક્તવ્યમાં પહેલાં જ કરી દીધી છે, પરંતુ CDSને કંઈ જવાબદારીઓ સોંપાશે તેની રાહ જોવાઈ રહી છે. આ જવાબદારીઓથી નક્કી થશે કે, નિમણૂંકથી સેનામાં વાસ્તવિક સુધારો આવશે અને તેની અસરકારકતા વધશે કે કેમ.
CDSનું પદ બનાવવા પર સત્તાવાર અખબારી યાદી આ નિમણૂંકના કામકાજની રૂપરેખા આપે છે અને તેમાં તેમણે અનુસરવાના પથનો સારો દૃષ્ટિકોણ અપાયેલો છે. તે એમ પણ બતાવે છે કે, સરકાર CDSને ભવિષ્યના સૈન્ય સુધારાઓ માટેના ચાલક બળ તરીકે ગંભીરતાથી જોઈ રહી છે. મને કેટલાક મહત્ત્વના વિસ્તારો પ્રત્યે અંગુલિનિર્દેશ કરવા દો જેનું CDS દ્વારા નેતૃત્વ કરાશે.
સંચાલન, પ્રશિક્ષણ, હેરફેર, સમર્થક સેવાઓ વગેરેમાં સંયુક્તપણું લાવવા માટે CDSને ત્રણ વર્ષની સ્પષ્ટ સમયરેખા આપવામાં આવી છે. હાલમાં, ત્રણેય સેવાઓમાં ચોક્કસ પ્રકારનું અંતર છે. કારણ કે, દરેક તેની પોતાની હેરફેર, પ્રશિક્ષણ અને સમર્થક સેવાઓ ચલાવે છે. આ સેવાઓની અલગ પ્રશિક્ષણ સંસ્થાઓ છે, ભલે તેમને જે સાધનો માટે પ્રશિક્ષિત કરાય છે તે સમાન જ હોય. સેવાઓ દ્વારા પ્રાપ્ત કરતા સંચાર સાધનો પર ખૂબ ઓછું સંકલન છે અને એકબીજા વચ્ચે સંકલનનો અભાવ સમસ્યા બને છે. વધુ સંયુક્તપણાથી માનવશક્તિની બચત જ નહીં થાય, પરંતુ અસરકારકતા પણ સુધરશે.
CDSની અન્ય એક મહત્ત્વની ભૂમિકા સંયુક્ત/થિયેટર કમાન્ડની સ્થાપના દ્વારા સંચાલનોમાં એકતા લાવવા માટે સૈન્ય કમાન્ડની પુનર્રચનામાં સુવિધા પણ કરવાની છે. એકીકૃત થિયેટર કમાન્ડના અભાવના લીધે સંયુક્ત આયોજનમાં અને સંચાલનો હાથ ધરવામાં સહક્રિયતામાં અવરોધ ઊભા થયા છે. હાલમાં, ભારત પાસે તેની ઉત્તરીય સરહદે ચીનના એક જ પશ્ચિમી થિયેટર કમાન્ડનો સામનો કરતા ભૂમિ દળ અને વાયુ દળના સાત કમાન્ડ છે. થિયેટર કમાન્ડ સ્થાપવા સામે સેનાની અંદર કેટલોક પ્રતિરોધ છે. પરંતુ આશા છે કે, CDS આ ખૂબ જ અગત્યના મુદ્દા પર સર્વસંમતિ સાધી શકશે.