ધ ગ્રેટ ખલીની ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે, WWEનો સફર વિશે તેમજ, ભારત સરકારે પ્રો-રેસલિંગ માટે કેવી વ્યવસ્થા કરી આપી છે.
ધ ગ્રેટ ખલી સાથે ETV ભારતની ખાસ વાતચીત
નવી દિલ્હી: WWEના હેવી વેટ ચેમ્પિયન રહેલા ધ ગ્રેટ ખલીએ ઈટીવી ભારત સાથે વાતચીત દરમિયાન ઘણા રહસ્યો જાણવા મળ્યા હતા. તેમણે સ્વીકાર કર્યો કે, WWEની અમુક મેચો ફિક્સ હોય છે.
ખલીને જ્યારે પુછવામાં આવ્યું કે, WWEમાં ઘણા એવા વીડિયો સામે આવ્યા છે કે, જેના વડે મેચ ફીક્સ થઈ હોવાની શંકા કરવામાં આવી હતી. જે વીડિયો બદલ સૌથી વધુ બાળકોમાં નારાજગી જોવા મળી હતી. જે અંગે ખલીએ કહ્યું કે, આ વીડિયોને બનાવટી ના કહી શકીએ, જે પરફેક્ટ નથી હોતા તેઓ ભુલો કરે છે. મેચોના બે પ્રકાર હોય છે, જેમાં WWE અને એમેચ્યોર રેસલિંગ બંન્ને અલગ અલગ છે.
WWEમાં મેચ ફિક્સિંગ અંગે ખલીએ કહ્યું કે, દુનિયામાં દરેક વસ્તું ગમે તેટલી પ્રોફેશનલ હોય તેમાં થોડુ ઘણું ફિક્સિંગ હોય છે. હુ માનું છું કે, ક્યાંકને ક્યાંક ફિક્સિંગ થાય છે, પરંતું એનો અર્થ એ નથી કે એક વ્યક્તિએ ફિક્સ કર્યું હોય, તો દરેક વ્યક્તિ ફિક્સ કરતો હોય.