ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તીડના ઉપદ્રવ સામે સરકારે પ્રાથમિકતાના ધોરણે પગલાં લેવાં જોઈએ - તીડ ઉપદ્રવ

કોવિડ-19ને પગલે લાદવામાં આવેલા લોકડાઉન તેમજ ચક્રવાત પવન, વરસાદ અને વારંવાર કરાંના વાવાઝોડાં જેવી આબોહવાની અસંગતતાઓને કારણે ભારતના ખેડૂતોએ ઘણું સહન કર્યું છે. એવામાં તીડનાં ટોળાં અરેબિયન દ્વીપકલ્પમાં ઉદ્ભવેલા અને ગુજરાત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશને પાર કરીને ઉત્તર પ્રદેશ પહોંચીને આપત્તિઓમાં વધારો કર્યો છે.

a
તીડના ઉપદ્રવ સામે સરકારે પ્રાથમિકતાના ધોરણે પગલાં લેવાં જોઈએ

By

Published : Jun 22, 2020, 8:46 PM IST

નવી દિલ્હી:છેલ્લાં 26 વર્ષમાં તીડનાં ટોળાંનો આ સૌથી મોટો હુમલો હોવાનું કહેવાય છે. તીડનાં ઝૂંડોએ લગભગ 50,000 હેક્ટર (1,25,000 એકર) પાકની જમીન નષ્ટ કરી છે. હજુયે જુલાઈમાં રાજસ્થાન તેમજ બિહાર અને ઓડિશાના દૂર પૂર્વના પ્રદેશોમાં તીડ હુમલો કરશે તેવું અનુમાન છે. તીડના હુમલા જો જૂન પછી પણ ચાલુ રહેશે તો ચોખા, કપાસ, શેરડી, તુવરે અને કેટલાક જાડાં ધાન્ય જેવા ખરીફ પાકો ઉપર ગંભીર અસર થશે, જેના પગલે આપણા ખેડૂતો અને ગ્રાહકોની આજીવિકા અને ખાદ્ય સુરક્ષા ઉપર ફટકો પડશે.

હાલમાં ફાટી નીકળેલા તીડના ઉપદ્રવ માટે વર્ષ 2018માં અરબી દ્વીપકલ્પને અસર કરનારા ચક્રવાતની સાથે સાથે વર્ષ 2019ના અંતે ગરમ આબોહવા અને તેને પરિણામે પૂર્વ આફ્રિકામાં થયેલો ભારે વરસાદ કારણભૂત છે.

ભારે વરસાદ અને ચક્રવાત, હિંદ મહાસાગરમાં પશ્ચિમના દરિયાને ગરમ કરતાં અસામાન્ય ભારે હકારાત્મક ઈન્ડિયન ઓશન ડિપોલ (ઈન્ડિય નિનો)નાં પરિણામે હતાં. આને પગલે આબોહવા પરિવર્તનની તીડ ફાટી નીકળવા ઉપર થતી અસર સંબંધે મજબૂત આશંકાઓ ઊભી થઈ છે. હિંદ મહાસાગરમાં આબોહવાની મોટી ઘટનાઓ સર્જાવાને કારણે તીડનાં વધુને વધુ ટોળાં ભેજવાળી જમીન તરફ ખેંચાઈ આવે તેવી મજબૂત સંભાવના છે.

સોમાલિયા અને પાકિસ્તાન જેવા કેટલાક દેશોએ તો તીડના આક્રમણને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. આપણા દેશની કૃષિ સ્થિતિને કારણે ભારે પણ આ મુદ્દો ટોચની પ્રાથમિકતાએ હાથ ધરવાની જરૂર છે. ભારત સરકારના કૃષિ મંત્રાલયે પણ તેની આકસ્મિક યોજનામાં મેલાથિયોન પેસ્ટીસાઈડ (ઓર્ગનફોસ્ફેટ પેસ્ટીસાઈડ)ને હવામાં ઊંચેથી છંટકાવ અથવા તો ટ્રેક્ટર દ્વારા છંટકાવ માટે વાપરવાની ભલામણ કરી છે. ગ્રીનપીસ ઈન્ડિયાના વરિષ્ઠ કેમ્પેઇનર ઈશ્તેયાક અહમદે જણાવ્યું કે “તીડનાં ટોળાં હુમલો કરે ત્યારે જેટલા વધુ પેસ્ટીસાઈડ્સનો ઉપયોગ કરીશું, તેટલાં જ પ્રમાણમાં તેની સાથે સંકળાયેલાં જોખમો પણ વધશે, તે સ્પષ્ટ કરવું જોઈએ.”

તેમણે વધુમાં જણાવ્યું કે ”નુકસાન કરે તેવાં રાસાયણિક જંતુનાશકોનો મોટા પાયે છંટકાવ ન કરવો જોઈએ. જો છેલ્લા ઉપાય તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે તો તે વ્યૂહરચના સાથે કરવો જોઈએ અને ખૂબ જ સાવધાનીપૂર્વક કરવો જોઈએ. એ વાત યાદ રાખવી જરૂરી છે કે રાસાયણિક જંતુનાશકો પર્યાવરણ અને માનવોના સ્વાસ્થ્ય ઉપરાંત, ખાસ કરીને નબળાં, બિન-લક્ષિત જંતુઓ અને પક્ષીઓ ઉપર ખરાબ અસર કરે છે. મનુષ્યો માટે પણ ઓર્ગનફોસ્ફેટ ખરેખર તો ઝેર જ છે. તેનો સંપર્ક લાંબા ગાળે કાયમી પંગુતા લાવે છે અને નર્વસ સિસ્ટમને નુકસાન કરે છે. ”

“તીડને નિયંત્રણમાં લાવવા માટે પર્યાવરણ અને માનવીઓના સ્વાસ્થ્યને ઓછું નુકસાન થાય તે માટે જંતુનાશકોના ઉપયોગ વિના લેવાતાં પગલાંને પ્રાથમિકતા આપવી જોઈએ. નિષ્ણાતો લીમડા, લસણ અને મરચાંનાં મિશ્રણથી બનતાં ઓર્ગેનિક દ્રાવણો ઉપયોગમાં લેવાની ભલામણ કરે છે. અન્ય પદ્ધતિઓ, જેવી કે ઢોલનગરાં વગેરે અવાજો દ્વારા તીડને ભગાડવાં, મેટારહિઝિયમ એનિસોપ્લે વાર. એક્રિડમ અથવા ગ્રીન મસલ નામની ફૂગનો ઉપયોગ વગેરે દ્વારા પણ પ્રોત્સાહક પરિણામો મળ્યાં છે. મડ સ્પ્રે (કાદવનો છંટકાવ) પણ વધુ એક પર્યાવરણને નુકસાન ન પહોંચાડે તેમજ ખેડૂતોને પરવડે તેવો વિકલ્પ છે. તીડના દૂષણનો કાયમી ઉપાય શોધવા માટે સરકારે રસાયણ-મુક્ત તેમજ નુકસાન ન પહોંચાડે તેવા વિકલ્પોના સંશોધન અને વિકાસમાં રોકાણ કરવું જોઈએ. ભારતે લાંબા ગાળે ખાદ્યાન્ન અને ઉર્જાના ઉત્પાદન માટે સાતત્યપૂર્ણ માર્ગોમાં વધુ રોકાણ કરવાનું ચાલુ રાખવું પડશે. તેનાથી આપણી ઉત્પાદન વ્યવસ્થા વધુ પરિસ્થિતિવિષયક બનશે તેમજ આર્થિક સ્થિતિસ્થાપકતા વધશે, ઉપરાંત, વિકાસ માટે પર્યાવરણનો ભોગ લેવાનું પ્રમાણ ઘટશે. તેનાથી આબોહવા અને સામુદ્રિક તાપમાન ઉપર નિયંત્રણ અને તેમાં ઘટાડો કરવામાં મદદ પણ મળશે,” એમ અહમદે જણાવ્યું.

ABOUT THE AUTHOR

...view details