ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગુજરાતની સુંગધ પહોંચી ઝારખંડ, ઘાટશીલામાં ગુજરાતીઓની ગરબાની રમઝટ - સ્થાપનાની સુવર્ણ જયંતિ

ઝારખંડઃ ઘાટશીલામાં નવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે ગુજરાતી સમાજ દ્વારા 10 દિવસ ગરબા અને દાંડિયાનું આયોજન કતરવામાં આવે છે. આ વર્ષે ઘાટશીલામાં વસતા ગુજરાતી ગરબા-દાંડિયાની સ્થાપનાની 50મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે ત્યારે તમાંમ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સ્પોટ ફોટો

By

Published : Oct 3, 2019, 1:31 PM IST

ઘાટશીલા ખાતે 10 દિવસનું નવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે ગરબા - દાંડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. ઘાટશીલામાં વસતા ગુજરાતી સમાજના લોકોમાં ગરબા અને દાંડિયાને લઇ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નાના બાળકોથી લઈ મોટા વડીલો મળીને ગરબા અને દાંડિયા રમી રહ્યા છે. આ વખતે ઘાટશીલામાં ગુજરાતી સમાજના લોકો જોરોશોરોથી ઘાટશીલામાં ગરબા-દાંડિયાની સ્થાપનાની સુવર્ણ જયંતિની ઉજવણી કરી રહ્યા છે.
ઘાટશીલાના અન્ય લોકો પણ આ ગરબા અને દાંડિયાનો વર્ષથી રાહ જુએ છે. આ દાંડિયામાં તમામ પ્રાંત અને સમુદાયોના લોકો ભેગા મળીને ગરબા અને દાંડિયા રમે છે.

ગુજરાતની સુંગધ પહોંચી ઝારખંડ, ઘાટશીલામાં ગુજરાતીઓમાં ગરબાની રમઝટ

આ તહેવાર માટે દૂર-દૂરથી લોકો ઘાટશીલા આવે છે. ઘાટશીલાના ઘણા ગુજરાતી પરિવાર ઝારખંડની બહાર રહે છે, પરંતુ દુર્ગાપૂજા પ્રસંગે તેઓ તેમની રજા લઇ ઘાટશીલા આવે છે અને આખા પરિવાર સાથે ગરબા અને દાંડિયા રમે છે. આ તહેવારની વિશેષ વાત એ છે કે નવ દિવસ સુધી ચાલેલા આ ગરબા અને દાંડિયામાં દરરોજ વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે આખા ઘાટશીલામાં ગુજરાતી સમાજ દ્વારા એક માત્ર ગરબા અને દાંડિયાનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે ગુજરાતી સમાજના લોકોમાં સુવર્ણ જયંતિ વિશે વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ગરબા અને દાંડિયા ઉત્સવમાં ગુજરાતી સમાજ ઉપરાંત અન્ય સમાજના લોકો પણ ભાગ લે છે, બધા ભાઈઓ ગરબા અને દાંડિયા રમે છે. સમાજના લોકોએ જણાવ્યું હતું કે, 1969 થી ગુજરાતી સમાજ દ્વારા ઘાટશીલા ખાતે શાર્દીય નવરાત્રી પર ગરબા યોજવામાં આવે છે. આ વર્ષ સમાજના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી કરી રહ્યું છે. નવ દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં ગુજરાતી સમાજના લોકો તેમજ અન્ય લોકો પરંપરાગત દાંડિયામાં ભાગ લે છે.

ABOUT THE AUTHOR

...view details