નવી દિલ્હીઃ દિલ્હીની કોવિડ હોસ્પિટલોમાં અવારનવાર એવા બનાવો સામે આવ્યા છે જેમાં કોરોના દર્દીનું મૃત્યુ થાય ત્યારે હોસ્પિટલ તંત્ર દ્વારા તેમના પરિજનોને જાણ પણ કરવામાં આવતી ન હતી. અમુક દિવસો સુધી હોસ્પિટલમાં રાખ્યા બાદ બારોબાર તેનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવતો હતો.
કોરોના સંક્રમિત મૃતકોના પરિજનોની હાજરીમાં જ મૃતદેહના અગ્નિ સંસ્કાર થશે: ગૃહ મંત્રાલય - દિલ્હીના કોરોના વાઇરસ દર્દીઓ
હવેથી કોઇપણ કોરોના સંક્રમિત દર્દીના મૃત્યુ બાદ હોસ્પિટલ તંત્ર બારોબાર દર્દીના અંતિમ સંસ્કાર કરી શકશે નહીં. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હીની તમામ કોરોના હૉસ્પિટલ્સને આ અંગે આદેશ આપ્યો હતો.
![કોરોના સંક્રમિત મૃતકોના પરિજનોની હાજરીમાં જ મૃતદેહના અગ્નિ સંસ્કાર થશે: ગૃહ મંત્રાલય કોરોના વાઇરસના મૃતકોના પરિજનોની હાજરીમાં જ તેમના અગ્નિ સંસ્કાર થાય: ગૃહ મંત્રાલય](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-08:39:08:1597244948-del-ndl-01-corona-patient-vis-7201354-16062020202838-1606f-03282-771.jpg)
કોરોના વાઇરસના મૃતકોના પરિજનોની હાજરીમાં જ તેમના અગ્નિ સંસ્કાર થાય: ગૃહ મંત્રાલય
હવે આ અંગે કેન્દ્ર દ્વારા હોસ્પિટલોને સૂચના આપવામાં આવી છે કે કોરોના દર્દીના અંતિમ વિધિ સમયે તેના પરિજનોની હાજરી હોવી અનિવાર્ય છે. દિલ્હીના તમામ હોસ્પિટલો મળીને હજીસુધી 36 મૃતદેહો છે જેમના અંતિમ સંસ્કાર હજીસુધી થયા નથી. કેમકે તેમના પરિજનો દિલ્હીથી બહાર હતા. હવે તેઓ પાછા આવે ત્યારે તેમને હોસ્પિટલ દ્વારા મૃતદેહો સોંપવામાં આવશે.