મધ્ય પ્રદેશઃ બજરંગદળના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ પ્રધાન જયભાણ સિંહ પવૈયા સોમવાર સવારે અયોધ્યા માટે રવાના થશે. જ્યાં જયભાન 5 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રામ મંદિર નિર્માણના શિલાન્યાસના કાર્યક્રમમાં ભાગ લેશે.
આ પ્રસંગે જયભાણ ચંબલ નદીનો જળસંગ્રહ અને સિદ્ધ પીઠ દતિયા પિતામ્બર દેવીની પવિત્ર માટી સાથે લઈ જવાના છે. આ પવિત્ર ભૂમિ અને જળ જયભાણ રામ જન્મભૂમિ શિલાન્યાસના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલદાસ મહારાજને સોંપશે.
પૂર્વ પ્રધાન જયભાણ સિંહ પવૈયા સોમવારે પિતામ્બર મંદિરની પવિત્ર ભૂમિ સાથે અયોધ્યા પહોંચશે જયભાણ સિંહના જણાવ્યા મુજબ 1992માં બાબરી ધ્વંસ સમયે જયભાણ સિંહે એક કાર સેવક તરીકે કાર્યક્રમમાં હાજરી આપી હતી. હવે તેમને ભવ્ય રામ મંદિર નિર્માણનો શિલાન્યાસના સાક્ષી બનશે. જયભાણ આ વાતથી અત્યંત ખુશ છે. તેમને ભગવાનનો આશીર્વાદ માને છે.
જયભાણને પૂછવામાં આવ્યું કે, રામ જન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણના પ્રણેતા એલ. કે. અડવાણી અને ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. મૂરલી મનોહર જોશીને આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી. આ વાતનો જવાબ આપતા તેમને જણાવ્યું કે, સમગ્ર દેશને પંડાલમાં આવરી લેવું મુશ્કેલ છે, આ બાબતે કોઈપણ પ્રકારનું રાજકારણ કરવું પાપથી ઓછું નથી.
રામ જન્મભૂમિ શિલાન્યાસના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસે પવૈયાએ જયભાણ સિંહને અંગત આમંત્રણ આપ્યું છે, પરંતુ તેમની પાર્ટીના વરિષ્ઠ નેતાઓને આમંત્રણ ન આપવા બાબતે તેમને જણાવ્યું કે, આ વિષય પર રાજનીતિ કરવી અથવા આમંત્રણ જેવા શબ્દોનો ઉપયોગ કરવો પણ પાપ છે. આ એક કાર્યક્રમ છે, જેમાં વિવિધ ક્ષેત્રના લોકોને પ્રતિનિધિત્વ આપવામાં આવી રહ્યું છે અને ગ્વાલિયર ચંબલ વિભાગના નાગરિકોનું પ્રતિવિધિત્વ કરવા તેઓ આ કાર્યક્રમમાં હાજરી આપવા આવી રહ્યા છે.