ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિવાળી પછી દિલ્હીમાં પહેલો વરસાદ, પ્રદૂષણથી મળી શકે રાહત

રાજધાની દિલ્હીમાં દિવાળી પછી પહેલો વરસાદ થયો હતો. આશા છે કે, દિલ્હીવાસીઓને આ વરસાદથી પ્રદૂષણથી રાહત મળી શકે છે. જણાવી દઈએ કે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી.

દિવાળી પછી દિલ્હીમાં પહેલો વરસાદ
દિવાળી પછી દિલ્હીમાં પહેલો વરસાદ

By

Published : Nov 15, 2020, 10:44 PM IST

  • દિલ્હીમાં દિવાળી પછી પહેલો વરસાદ
  • વરસાદથી પ્રદૂષણમાં રાહત મળવાની શક્યતા
  • એર ક્વોલિટી ઇન્ડેક્સ 450 પર પહોંચ્યો હતો

નવી દિલ્હી: રાજધાનીમાં વધી રહેલા પ્રદૂષણ વચ્ચે દ્વારકા સહિતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. દિવાળીના પર્વ પર મોડી રાત સુધી ફટાકડા ફોડ્યા બાદ દિલ્હીની હવા એટલી ઝેરી થઈ ગઈ હતી કે AQI 450 ને પાર પહોંચ્યો હતો.

દિલ્હીના દ્વારકા સેક્ટર 19માં વરસાદ

દ્વારકા સેક્ટર 19માં વરસાદ બાદ હવામાન કંઈક સાફ થયુ હતું. વરસાદ પહેલા ધુમ્મસને કારણે દૃશ્યતા પણ ઓછી થઈ હતી. આ સમયે લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય અન્ય ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો.

મહિપાલપુર વિસ્તારમાં ધીમીધારે વરસાદ

મહિપાલપુર વિસ્તારમાં પણ ઝરમર વરસાદ પડ્યો હતો, જેના કારણે તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. મહિપાલપુરના NH8માં લોકો વરસાદમાં પલળવાનું ટાળતા જોવા મળ્યા હતા.

હવામાન વિભાગની આગાહી

સુપ્રીમ કોર્ટ અને NGTના આદેશો હોવા છતાં દિવાળીની રાત્રે દિલ્હીમાં આતશબાજી કરવામાં આવી હતી. જેની સીધી અસર પહેલાથી જ ખરાબ પ્રદૂષણની પરિસ્થિતિ પર પડે છે. જેના કારણે રવિવારે સવારે ખતરનાક કેટેગરીમાં દિલ્હીના ઘણા વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર 450 થી વધુ નોંધાયું છે. શનિવારની રાત્રે દિલ્હીના ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 500 પર પહોંચ્યો હતો. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details