ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચંદ્રયાન-2: આજથી 5 દિવસ સુધી ઓર્બિટની વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરશે વિક્રમ લેન્ડર

બેંગલુરુ: ISROના વૈજ્ઞાનિકોએ આજે સવારે વિક્રમ લેન્ડરને સફળતાપૂર્વક ડિઓર્બિટ કર્યું હતું. ચંદ્રયાન-2 થી અલગ થયા પછી, વિક્રમ લેન્ડર 20 કલાક સુધી તેની ભ્રમણકક્ષામાં ભ્રમણ કરી રહ્યું હતું, પરંતુ હવે તે ઓર્બિટની વિરુદ્ધ દિશામાં ફરશે.

fgnh

By

Published : Sep 3, 2019, 12:23 PM IST

ISRO ના વૈજ્ઞાનિકોએ આજે એટલે કે, 3 સપ્ટેમ્બરના રોજ સવારે 8.50 વાગ્યે વિક્રમ લેન્ડરને ભ્રમણકક્ષાની વિપરિત દિશામાં મૂક્યો હતો. સોમવારે ચંદ્રયાન-2 થી અલગ થયા પછી, વિક્રમ લેન્ડર લગભગ 20 કલાક સુધી તેની ભ્રમણકક્ષામાં ભ્રમણ કરી રહ્યું હતું. પરંતુ, હવે તે ઓર્બિટરની વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરશે, જેને ડિઓર્બિટ કહેવામાં આવે છે. હવે વિક્રમ લેન્ડર દક્ષિણ ધ્રુવ પર ચંદ્ર પર ઉતરતા પહેલા પ્રતિ સેકન્ડ આશરે 2 કિમી ની ઝડપે ચંદ્રની આસપાસ ભ્રમણ કરશે.

સૌજન્ય: ANI ટ્વીટર

4 સપ્ટેમ્બરે સાંજે 4 વાગ્યે ફરી એક વખત તેની કક્ષા બદલવામાં આવશે. આ કક્ષામાં ભ્રમણ દરમિયાન વિક્રમ લેન્ડર ચંદ્રની સૌથી નજીકની કક્ષા હશે. ત્યારબાદ 6 સપ્ટેમ્બર સુધી વિક્રમ લેન્ડરના તમામ સેન્સર અને પેલોડ્સ ચકાસવામાં આવશે અને પછી 7 સપ્ટેમ્બરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે.

ABOUT THE AUTHOR

...view details