ગુજરાત

gujarat

By

Published : Dec 15, 2019, 8:03 AM IST

ETV Bharat / bharat

પ્લાસ્ટિક સામેની લડતઃ જાગૃતતા માટે કચરો ઉપાડી રહ્યો છે આ એન્જિનિયર

બાલાસોર : ઓડિશાના બાલાસોર જિલ્લાનો એક એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ પ્લાસ્ટિકનો કચરો ઉપાડી રહ્યો છે.

The fight against plastic: engineer is collecting waste for awareness
પ્લાસ્ટિક સામેની લડતઃ જાગૃતતા માટે કચરો ઉપાડી રહ્યો છે આ એન્જિનિયર

લોકો તેમના રોજિંદા જીવનમાં ઉદાહરણ પુરૂં પાડવા માટે તેઓ પર્યાવરણના મર્યાદિત સંસાધનોનો સતત ઉપયોગ કરી રહ્યાં છે તેને ધ્યાનમાં રાખીને અભિમન્યુ મિશ્રાએ નોકરી કરવાને બદલે પોતાનું એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા પછી સમાજ સેવા કરવાનું પસંદ કર્યું હતું.

પ્લાસ્ટિક સામેની લડતઃ જાગૃતતા માટે કચરો ઉપાડી રહ્યો છે આ એન્જિનિયર

છેલ્લા બે વર્ષથી અભિમન્યુ પ્લાસ્ટિકનો કચરો ઉપાડનારાની જેમ તેના આખા શરીર પર પ્લાસ્ટિકની બાટલીઓ લગાવીને પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓના અવિરત ઉપયોગ સામે સંવેદનશીલ કામ કરી રહ્યો છે. તેમની આ પહેલની ઘણી વખત લોકો દ્વારા ટીકા કરવામાં આવે છે અને તેની મજાક પણ ઉડાવવામાં આવે છે, તેમ છતાં તે ક્યારેય તેના મિશનમાંથી ભટક્યો નથી.

અભિમન્યુ વિવિધ બિન-સરકારી સંસ્થાઓ દ્વારા હાથ ધરાયેલા જાગૃતિ અભિયાનમાં પણ ભાગ લે છે.

અભિમન્યુ મિશ્રા જેવા લોકો પર્યાવરણની સુરક્ષા માટે કોઈ વ્યક્તિગત લાભ માટે નહીં, પરંતુ માત્ર જવાબદારીની ભાવના, પ્રકૃતિને પાછા આપવાની જરૂરિયાત અને લોકોને એક સમુદાય તરીકે કામ કરવા અને પ્રોત્સાહિત કરવા માટે પ્રેરણા આપે છે અને એટલા માટે જ તે દરરોજ તેના પ્રયાસો શરૂ રાખે છે.

ઈટીવી ભારતનો અહેવાલ...

ABOUT THE AUTHOR

...view details