જો જળસપાટી પર સૌર ઉર્જાનું ઉત્પાદનન થાય તો ભવિષ્યમા મોટા ચમત્કાર થઇ જશે. દુનિયાના ઘણા દેશો પર્યાવરણની જાળવણી માટે ઇંધણના બદલે આવનાર અનેક વર્ષો સુધી ઉર્જાના અન્ય વિકલ્પોનો ઉપયોગ કરવા માટે સક્રિય છે. પુનઃપ્રાપ્ત ઉર્જાની ક્ષમતા વધારવા માટે કેલીફોર્નિયામાં જળ સપાટીના પ્રોજેક્ટ એસ દાયકા પહેલા અમલમાં મુકાયો છું.. ત્યારબાદ આ નવતર પ્રયોગ અન્ય દેશોમાં અમલ કરવામા આવી રહ્યો છે. વર્લ્ડ બેંક દ્વારા એક અંદાજ લગાવવામાં આવ્યો છે કે અમેરિકા તેના કુલ ઉર્જાના સ્ત્રોતમાંથી 10 ટકા ઉર્જા જળાશયો પર સોલર પ્લાન્ટથી મેળવે છે. એક અંદાજ મુજબ આ પધ્ધતિથી દુનિયાભરમાં 400 ગીગાવોટ્સ સૌર ઉર્જા સુથી ઉત્પાદન થવાની સંભાવના છે. વિવિધ અભ્યાસમાં એક રિપોર્ટ આવ્યો છે કે અડધાથી વધારે ઉર્જા જળાશયો પરના પ્લાન્ટથી મેળવી શકાય તેમ છે. જે ભારત માટે અનેક સંભાવનાઓ અને તકો ખુલી કરશે.
ગ્રેટર હૈદરાબાદમાં છત પર સૌર ઉર્જા પ્લાન્ટનો આદર્શ ઉપયોગ કરીને ઉર્જાના અન્ય સ્ત્રોતની જાગૃતતા ઉભી થઇ છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે સૌર ઉર્જા માટેની પેનલની કિંમત નક્કી કરી અને તેને લગાવવા માટે સબસીડીની યોજના પણ મુકી છે. જેમાં ઘર, એપાર્ટમેન્ટ અને મોટી કોલોનીઓમાં લગાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. આ ઉપરાંત, યુનિવર્સીટીસ, સરકારી હોસ્પિટલો અને રેલવે વિભાગમાં પણ સૌર ઉર્જાનું ઉત્પાદન સફળતા પૂર્વક કરાયુ છે.પાંચ વર્ષ પહેલા વડોદરામાં કેનાલ પર 10 મેગાવોટનો સોલાર પ્લાન્ટ સફળતા પૂર્વક લગાવાયો છે. જે જમીન પર લગાવવામાં આવે તો 10 હજાર એકર જમીનની જરુર પડે તેમ હતુ. આમ, કેનાલ પર પ્લાન્ટ લગાવવામાં આવતા જમીન અધિગ્રહણ કરવાની ચિંતા ન રહે અને કેનાલમાં પાણી પણ સ્વચ્છ રહે છે. જર્મની જેવા દેશોમાં આ પ્રોજેક્ટની કિંમત 10 થી 15 ટકા વધારે હોય છે. પણ નિષ્ણાંતોનું માનવુ છે કે લાંબાગાળે આ ખુબ જ ઉપયોગી બની રહેશે.