નવી દિલ્હી:એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઇડી) બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની મોત સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ મામલાની તપાસના સંદર્ભમાં દિવંગત અભિનેતાના પિતા કે.કે સિંહાનું નિવેદન લીધું છે.
કે.કે.સિંહાના વકીલ વિકાસસિંહે આઇએએનએસને જણાવ્યું કે, “હા, ઇડીએ દિવગંત અભિનેતાના પિતાનું નિવેદન લીધું છે.”
ઇડીના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર સુશાંતના પિતાને તેના પુત્રના બેંક ખાતામાંથી થયેલા આર્થિક વ્યવહાર અંગે પૂછપરછ કરવામાં આવી હતી. ઇડીએ દિવગંત અભિનેતાની ફિક્સ્ડ ડિપોઝિટ અને અન્ય વસ્તુઓ વિશે પણ પૂછપરછ કરી હતી.
ઇડી દ્વારા સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, રિયાના ભાઈ શોવિક, પિતા ઇન્દ્રજીત, સુશાંતના સીએ સંદીપ શ્રીધર, સુશાંતના પૂર્વ મેનેજર અને રિયાના મેનેજર શ્રુતિ મોદી, રિયાના સીએ રિતેશ શાહ, સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પીઠાની, હાઉસ મેનેજર સેમ્યુઅલ મીરાંડા અને દિવગંત અભિનેતાના અન્ય અંગત સ્ટાફની પૂછપરછ કર્યા બાદ હવે પિતા કે.કે સિંહની પૂછપરછ કરવામાં આવી છે.