નવી દિલ્હી: 5 અને 6 ઓગસ્ટના રોજ સજા સમીક્ષા બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમા્ં 159 દોષિત કેદીઓના નામ બોર્ડ સમક્ષ આવ્યા હતાં. તેમાના મોટાભાગના કેદીઓએ તેમની સજાઓ પૂર્ણ કરી છે, પરંતુ સજા સમીક્ષા બોર્ડ દ્વારા માત્ર 47 કેદીઓના નામની જ જાહેરાત કરવામાં આવી હતી. નોંધનીય છે કે, આ 159 કેદીઓના નામમાં ઘણા પાકિસ્તાની નાગરિકો પણ હતા.
દિલ્હી સરકાર દ્વારા 47 કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો - Delhi government released 47 prisoners
સજા સમીક્ષા બોર્ડ દ્વારા દિલ્હીના 47 કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી સરકારના ગૃહ વિભાગના પ્રધાન સત્યેન્દ્ર જૈને આ અંગે માહિતી આપી હતી. સત્યેન્દ્ર જૈને કહ્યું કે, સજા સમીક્ષા બોર્ડ દ્વારા 47 કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, તેમાં એક પણ પાકિસ્તાની, આતંકવાદી અથવા ગેંગસ્ટર સામેલ નથી.
ઉપરાંત, ત્રીજીવાર પણ સજા સમીક્ષા બોર્ડ દ્વારા પાકિસ્તાની નાગરિકોને મુક્ત કરવાની અપીલને નકારી કાઢી હતી. આ અંગે પ્રધાન સત્યેન્દ્ર જૈને એમ પણ કહ્યું હતું કે, જે 47 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે તેમાં કોઈ પાકિસ્તાની નાગરિક, આતંકવાદી કે કોઈ ગેંગસ્ટર સામેલ નથી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા મે મહિનામાં સજા સમીક્ષા બોર્ડની બેઠક યોજાઇ છે.
સજા સમીક્ષા બોર્ડની બેઠક 11 મેના રોજ બોલાવવામાં આવી હતી. તે સભામાં 19 કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, તે જ 19 કેદીઓમાં જેસિકા લાલ હત્યા કેસમાં આરોપી મનુ શર્માનું નામ આપવામાં આવ્યું હતું.