ન્યૂઝ ડેસ્ક : Covid-19ને કારણે વિશ્વભરમાં ભય ફેલાયો છે. તેવામાં હવે યુનાઇટેડ સ્ટેટ્સ આ વાયરસનું કેન્દ્ર બની ગયુ છે કે જ્યાં મૃત્યુઆંક દીવસેને દીવસે વધી રહ્યો છે.
તેનાથી વધુ ચીંતાજનક તો એ વાત છે કે ચીન કે જ્યાંથી આ વાયરસની શરૂઆત થઈ છે તેનાથી પણ વધુ મૃત્યુઆંક યુનાઇટેડ સ્ટેટ્સમાં નોંધાઈ ચુક્યો છે.
શરૂઆતમાં ચીનમાં નોંધાયેલા કેસને લઈને કહેવામાં આવ્યુ હતુ કે કોરોના વાયરસથી સંક્રમીત કેસમાંના 80% કેસમાં દર્દી માત્ર હળવા લક્ષણો ધરાવે છે અને તેથી દર્દીને હોસ્પીટલમાં દાખલ થવાની જરૂર પડતી નથી.
વિશ્વભરમાં પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વીપ્મેન્ટ (PPEs) અને ટેસ્ટીંગ કીટની અછતને કારણે માત્ર જે દર્દીઓ કોરોના વાયરસના ગંભીર લક્ષણો ધરાવે છે તેમને જ હોસ્પીટલમાં દાખલ કરવાની રીત વિશ્વભરના દેશો અપનાવવા લાગ્યા છે.
માટે, આ પાસાને કારણે Covid-19થી સંક્રમીતોની કુલ સંખ્યા કરતા કરતા હોસ્પીટલાઈઝ દર્દીઓની સંખ્યા ખુબ ઓછી છે.
દુનિયાભરમાં માત્ર હોસ્પીટલાઇઝ કરવામાં આવેલા દર્દીઓને જ Covid-19ના કેસ તરીકે ગણવામાં આવે છે. આ એવા દર્દીઓ હોય છે જેમનામાં કોરોના વાયરસના તીવ્ર લક્ષણો દેખાયા હોય છે અને તેમની મૃત્યુ પામવાની શક્યતા પણ અન્ય દર્દીઓ કરતા વધુ હોય છે. માટે આ કુલ કેસની સરખામણીમાં આ મૃત્યુઆંક હકીકત કરતા ઘણો જ ઉચો દેખાય છે.
કોરોના વાયરસના દર્દીઓના ટેસ્ટની રીત પણ એક મહત્વનું પાસુ છે. નોંધનીય છે કે વિકાસશીલ દેશોમાં વસ્તીની સરખામણીમાં ટેસ્ટનો રેશીયો ખુબ ઓછો છે. સામાન્ય રીતે જે દર્દીમાં ગંભીર લક્ષણો જણાય તે દર્દીનો જ ટેસ્ટ કરવામાં આવે છે. પરીણામે, જો સંક્રમીત થયેલો દર્દી હળવા લક્ષણો ધરાવે છે અને ડૉક્ટરનો સંપર્ક કરતો નથી એવા સંજોગોમાં તે જાતે જ સ્વસ્થ થઈ જશે તો પણ ક્યારેય કોરોના વાયરસના કેસના સત્તાવાર આંકડામાં તેની ગણતરી નહી થાય.
તેથી, ફરીએક વાર કુલ કેસની સરખામણીમાં મૃત્યુઆંક હકીકત કરતા ઘણો જ ઉંચો દેખાય છે.
હકીકત એવી છે કે કુલ વસ્તીનો મોટો ભાગ કોરોના વાયરસથી સંક્રમીત હોઈ શકે છે અને આ વાતની તેઓને પોતાને પણ જાણ ન હોય તેવુ બની શકે.
તેથી હાલ તો સમયની માંગ છે કે યોગ્ય ટેસ્ટ અને સંક્રમીતોના ચોક્કસ આંકડા આપવામાં આવે જેથી દેખીતી રીતે ખુબ ઉંચો લાગતો મૃત્યુઆંક જોઈને લોકોમાં ભયનું વાતારણ ન ફેલાય.