ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કલકત્તાથી વારાણસી સુધી ક્રુઝ સર્વિસ શરૂ કરવામાં આવશે: મનસુખ માંડવિયા - Kolkata

ન્યૂઝ ડેસ્ક: કેન્દ્રની મોદી સરકાર 2.0માં ગુજરાતના મનસુખ માંડવીયાને શિપ પોર્ટનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. ત્યારે રાજ્યકક્ષાના કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ જાહેરાત કરી છે કે, તેમા જણાવવામાં આવ્યું છે કે, દેશમાં કુલ 7300 કિલોમીટરના દરિયાઈ કિનારા પર 204 જેટલા બંદરો આવેલા છે તે તમામ બંદરોનો આગામી દિવસોમાં વિકાસ કરવામાં આવશે

Varanasi

By

Published : Jun 29, 2019, 5:47 PM IST

Updated : Jun 29, 2019, 6:11 PM IST

મનસુખ માંડવિયાએ કરેલી મહત્વની જાહેરાતમાં, દેશની અંદર ટ્રાન્સપોર્ટ માર્ગ તરીકે નદીઓનો ઉપયોગ કરવામાં આવશે. નદીઓનો ટ્રાન્સપોર્ટ માર્ગ તરીકે ઉપયોગ કરવામાં આવશે. જેમાં એક ખાનગી કંપની દ્વારા કલકત્તાથી વારાણસી સુધી ક્રુઝ સર્વિસ શરૂ કરવામાં આવશે જેમાં એક વર્ષ સુધીનું બુકીંગ પણ શરુ થઈ ગયું છે.

કલકત્તાથી વારાણસી સુધી ક્રુઝ સર્વિસ શરૂ કરવામાં આવશે: મનસુખ માંડવિયા

આમ, જ્યારે પોર્ટ અને દેશના બંદરોનો વિકાસ સાથે દેશના 11 જગ્યા પર ખાસ ક્રુઝ સેવા શરૂ કરવાનું પણ કેન્દ્ર સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, સાથે જ જે રીતે રેલવે અને બસ સેવા ભારત દેશમાં ઉપલબ્ધ છે તેવી રીતે દેશની અંદર જ નદીઓની મદદથી એક શહેરથી બીજા શહેર જવા માટેનું પણ આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

Last Updated : Jun 29, 2019, 6:11 PM IST

ABOUT THE AUTHOR

...view details