નવી દિલ્હી: દિલ્હી સરકારના આરોગ્ય વિભાગ દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં 3 દિવસ સુધી કોરોના ટેસ્ટ માટે કેમ્પનું આયોજન કરવામાં આવશે. હાઈકોર્ટમાં 10, 13 અને 14 જુલાઈએ કોર્ટના જજ, અધિકારી અને વકીલોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. કોરોના ટેસ્ટ માટે હાઈકોર્ટના રજિસ્ટ્રાર પવનકુમાર કાલરાના વોટ્સએપ નંબર પર પહેલાથી માહિતી આપવાની રહેશે.
દિલ્હી હાઈકોર્ટમાં 3 દિવસ સુધી કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
હાઈકોર્ટમાં કોરોના ટેસ્ટ ત્રણ દિવસ સવારે 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ટેસ્ટ કરવામાં આવશે. જે અધિકારીઓ અને સ્ટાફના લોકોને કોરોનાનો ટેસ્ટ કરાવવો છે તે લોકોને હાઈકોર્ટના રજિસ્ટ્રાર પવનકુમાર કાલરાના વોટ્સએપ નંબર પર પહેલાથી જ માહિતી આપવાની રહેશે. કોરોનાના ટેસ્ટ માટેે આધાર કાર્ડ બતાવવું જરૂરી રહેશે.
કડકડડૂમા કોર્ટમાં કોરોના ટેસ્ટ માટે કેમ્પનું આયોજન કરાયું
દિલ્હીની કડક્ડડૂમાં કોર્ટમાં કોરોનાના ટેસ્ટ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કડક્ડડૂમાં કોર્ટમાં સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધી કોરોનાનો ટેસ્ટ કરવામાં આવશે. તે પહેલા 26 જૂને કોરોનાના ટેસ્ટ માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત તીસ હજારી કોર્ટમાં પણ કોરોનાના ટેસ્ટ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.