ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહિલાઓ અને બાળકોના બંધારણીય અધિકારો - rights of women and children

આપણી પ્રજાસત્તાનાં ૭૦ વર્ષમાં આપણે એ આકલન કરવાની જરૂર છે કે આપણું બંધારણ સક્રિય રીતે મહિલાઓ અને બાળકોને સહાય આપે છે તેનો આપણને કેટલો ફાયદો મળ્યો છે. આપણા બંધારણના મૂળભૂત અધિકારોનું પ્રકરણ કાયદા સમક્ષ સમાનતા અને કાયદાઓથી સમાન રક્ષણ આપે છે. તે માત્ર ધર્મ, વંશ, જાતિ, લિંગ, જન્મના સ્થળ અથવા આમાંથી કોઈ પણના આધારે ભેદભાવ સામે પ્રતિબંધ મૂકે છે. તે પછી કલમ ૧૫ (૩)માં આદેશ છે કે -"આ કલમમાં કંઈ પણ રાજ્ય/દેશને મહિલાઓ અને બાળકો માટે કોઈ વિશેષ જોગવાઈ કરતા અટકાવી શકશે નહીં." આ સ્પષ્ટ સંકેત છે કે આપણા બંધારણના ઘડવૈયાઓએ આપણા રાજકારણમાં મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવાની ફરજને ઓળખી હતી અને બાળકોની કાળજી અને સુરક્ષાના મહત્ત્વને હકારાત્મક રીતે સ્વીકાર્યું હતું. શું આપણે તેમની દૂરદૃષ્ટિને આગળ વધારી રહ્યા છીએ?

The constitutional rights of women and children
The constitutional rights of women and children

By

Published : Jan 26, 2020, 9:29 PM IST

મહિલાઓ માટે સમાનતા અને તેમના અધિકારો પ્રજાસત્તાનાં શરૂઆતનાં વર્ષોમાં કેટલાક અવરોધો સાથે શરૂ થયા હતા પરંતુ ૧૯૫૦ના દાયકાની મધ્યમાં હિન્દુ સંહિતાના પસાર થવાથી એક બારી ખુલી હતી, તેમ કહી શકાય. પ્રગતિ ધીમી હતી પરંતુ સ્થિર હતી. માતૃત્વના લાભનો અધિનિયમ અને દહેજ પર પ્રતિબંધનો અધિનિયમ ૧૯૬૧માં લવાયો હતો. પરંતુ એકલા કાયદાથી સમાજમાં બધું બદલી શકાય નહીં. ઉદાહરણ રૂપે, ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ ૩૦૪ બી દહેજથી મૃત્યુને ઘૃણાસ્પદ ગુનો બનાવે છે. શું તેણે દહેજથી થતાં મૃત્યુને અટકાવ્યાં છે? રાષ્ટ્રીય અપરાધ રેકૉર્ડ્સ બ્યુરો (એનસીઆરબી)ના આંકડા સૂચવે છે કે લગભગ દર કલાકે દહેજથી મૃત્યુ થાય છે. આ જ રીતે ઘરેલુ હિંસાથી મહિલાની સુરક્ષા, કાર્ય સ્થળે મહિલાની જાતીય સતામણી પર રોક, પ્રતિબંધ અને નિવારણ માટેના કાયદાઓ ખરેખર અસરકારક રહ્યા છે? આ કાયદાઓ ખૂબ જ જરૂરી હતા અને તેને આવવામાં ઘણો સમય લાગ્યો અને સારા સમાચાર એ છે કે તેઓ આવી ગયા અને તેમણે બંધારણે જે તેમના અધિકારોની કલ્પના કરી છે તેમાંના કેટલાક પર દાવો કરવા માટે મહિલાઓને સશક્ત બનાવી છે.

રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો (ડીપીએસપી)માં રાજ્યએ એ સુનિશ્ચિત કરવાનું હોય છે કે તમામ પુરુષો અને મહિલાઓને આજીવિકાનાં પૂરતાં સાધનોનો અધિકાર હોય અને સમાન કામ માટે સમાન ચૂકવણી થાય. બંધારણ પંચાયત અને નગરપાલિકાઓમાં (અનુસૂચિત જાતિ અને જનજાતિ સહિત) મહિલાઓ માટે બેઠકોની અનામતની જોગવાઈ પણ કરે છે. પરંતુ આપણી પાસે (સત્તામાં રહેલા નેતાઓ સહિતના લોકો તરફથી સહિત) જાવેર નિવેદનો છે જે સૂચવે છે કે મહિલાઓનું સ્થાન ઘરે છે. એ સામાન્ય જાણકારીની વાત છે કે થોડી મહિલાઓ ખરેખર તો કેટલીક અનામત બેઠકો પર ખરેખર નામ માત્રની હોય છે. આથી કાયદાઓ એકલા પૂરતા નથી- આપણે આપણા બંધારણના ઘડવૈયાઓએ જે કલ્પના કરી હતી અને ઈચ્છ્યું હતું તે સશક્તિકરણ પ્રાપ્ત કરવા માનસકિતા બદલવાની જરૂર છે.

આથી, આપણે એક પ્રગતિશીલ સમાજ અને ગતિશીલ લોકતાંત્રિક પ્રજાસત્તાક તરીકે જે પ્રશ્નોના જવાબ આપવાના છે તે આ છે: આપણે ખરેખર શું મેળવ્યું છે, શા માટે કેટલીક ખૂબ જ દેખીતી નિષ્ફળતાઓ છે અને કયા પ્રાપ્ય ઉપાયો છે. પરંતુ પ્રથમ તો માત્ર રૂદન કરીને બેસવાના બદલે એ સમજવાની જરૂર છે કે સમય બદલાઈ રહ્યો છે. મહિલાઓએ ઘણા સમય પહેલાં અનુભવ્યું હતું કે તેમના અધિકારો છે, પરંતુ હવે આ અધિકારો પર દાવો કરાઈ રહ્યો છે અને બંધારણ તેમને સમાનતા અને તેમની પ્રતિષ્ઠાના આધારે તેમ કરવા પ્રોત્સાહિત કરે છે. એ હકીકત છે કે આપણા નેતાઓ સહિત કોઈએ પણ અવગણના કરવાની કે દબાવવાનો પ્રયાસ કરવો ન જોઈએ. આપણા દેશનું ભવિષ્ય અને આપણી વસતિના ૩૭ ટકાં બાળકોના અધિકારોને છેલ્લાં ૭૦ વર્ષમાં નજરઅંદાજ કરાયા છે અથવા બહુ ઓછું મહત્ત્વ અપાયું છે. આપણે તેમના અધિકારોને ઓળખવા જ જોઈએ અને તેને મૂર્તરૂપ આપવું જ જોીએ. આપણે મહિલાઓ અને બાળકોના લાભ માટે ઘડાયેલા અને લવાયેલા કાયદાઓ અને કલ્યાણકારી યોજનાઓના અમલની સામાજિક તપાસ કરાવવી જોઈએ. આશ્રય ગૃહમાં જે ભયાનક ઘટનાઓ થઈ રહી હતી તેને બહાર લવાઈ તે પ્રકારના નિષ્પક્ષ અને હેતુલક્ષી વિશ્લે,ણ જ વાસ્તવિક સ્થિતિ બહાર લાવી શકે છે.

આપણી પ્રજાસત્તાનાં ૭૦મા વર્ષમાં આપણી પાસે આગળનો માર્ગ શું છે? ભારત સહિત ૧૯૩ દેશોના નેતાઓએ સ્વીકારેલા ટકાઉ વિકાસનાં લક્ષ્યો તેનો જવાબ છે. આવનારા દાયકામાં મહિલાઓ અને બાળકોના અધિકારો સહિત આ લક્ષ્યોને પ્રાપ્ત કરવા આપણે લોકતાંત્રિક ઢબે કામ કરવાની જરૂર છે અને તે પછી જ આપણે સફળ થઈશું - પરંતુ આપણે સૂઈ જઈએ તે પહેલાં આપણે ખૂબ જ લાંબો માર્ગ કાપવાનો છે.

ન્યાયમૂર્તિ મદન બી. લોકુર (નિવૃત્ત)

ABOUT THE AUTHOR

...view details