છોડ-વૃક્ષોની સુરક્ષા પર ધ્યાન આપશો!!
“વૃક્ષો શ્રેષ્ઠ શિક્ષકો છે જે નિ:સ્વાર્થપણું અને ત્યાગ શીખવે છે.”
–જનધ્યાલ પપય્યાસાસ્ત્રી
જો કોઈ પણ વ્યક્તિ જોઈ શકે તેવું સેવાલક્ષી નિઃસ્વાર્થ મદદનું જીવંત ઉદાહરણ હોય તો તે વૃક્ષ સિવાય બીજા કોઈનું ન હોઈ શકે. આ ગ્રહ પર જીવતી દરેક ચીજ ઑક્સિજનથી જીવે છે જે આપણને વૃક્ષો પૂરો પાડે છે, વૃક્ષો તેની સાથે ફળો, પાંદડાઓ, ઔષધિઓ, લાકડાં અને આપણી, માનવની અન્ય આજીવિકા પણ પૂરાં પાડે છે. આથી, એમ કહેવામાં અતિશયોક્તિ નથી કે જો પૃથ્વી પર કોઈ વૃક્ષ ન હોય તો જીવનનું અસ્તિત્વ જ જોખમમાં આવી જાય.
યુગો જૂની પરંપરાઓ અને ભાવનાઓના કારણે ભારત કોઈ પણ રૂપમાં જીવ અને પ્રકૃત્તિને પૂજવાની પરંપરાગત પદ્ધતિમાં પ્રથમ ક્રમે આવે છે. જોકે વૃક્ષો કાપવાના ઉચ્ચ દરવાળા દેશોની યાદીમાં પણ આપણે ટોચે આવીએ છીએ તે ખૂબ જ ચેતવણીજનક છે!! વધુમાં, દેશમાં વ્યક્તિ દીઠ વૃક્ષના સૌથી ઓછા દરવાળા દેશની યાદીમાં પણ આપણે છીએ.
આવા તબક્કામાં, ‘ગ્રીન ઇન્ડિયા ચેલેન્જ’ જેવાં સંગઠનો હોવાં તે આશીર્વાદ છે જે સમયની આવશ્યક્તા પ્રમાણે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેઓ વિદ્યાર્થીઓ, રાજકારણીઓ, અમલદારો, મહાનુભાવો અને સામાન્ય માનવીઓ સહિતના સમાજના તમામ હિતધારકો સાથે ભાગીદારી કરીને તેઓ આમ કરે છે.
જોખમમાં મૂકાયેલાં વનો
ભારતીય ઉપખંડમાં વૈવિધ્યસભર વાતાવરણ છે, તેના કારણે દેશમાં ખૂબ જ જૈવિક વૈવિધ્ય જોવા મળે છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી વિવિધ પ્રકારના વિવિધ વનસ્પતિ અને જીવજંતુની આપણને ભેટ મળેલી છે. જોકે જ્યારે આપણે દેશમાં નાગરિકોની સંખ્યા સાથે વનસ્પતિની સંખ્યાની સરખામણી કરીએ તો ઘટતા જતા આંકડાઓ જોઈને દુઃખ થાય છે. જ્યારે વિશ્વમાં માથા દીઠ લગભગ ૪૨૨ વૃક્ષો સરેરાશ છે, ભારતમાં તે માત્ર વ્યક્તિ દીઠ 28 જ છે. વધુ દુઃખની વાત એ છે કે દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં વ્યક્તિ દીઠ માત્ર ચાર ઝાડ જ છે.
સંપૂર્ણ લીલાંછમ અને સ્વચ્છ શહેરોની યાદીમાં કેનેડા સર્વોચ્ચ ક્રમે છે જેમાં વ્યક્તિ દીઠ વૃક્ષારોપણ 8953 છે. તે પછી 4461 વૃક્ષારોપણ સાથે રશિયા અને 3266 વૃક્ષો સાથે ઑસ્ટ્રેલિયા છે. વ્યક્તિ દીઠ વૃક્ષારોપણમાં આ સૂચિ અલગ કેમ છે તે પાછળ અલગ-અલગ કારણો હોઈ શકે, તેમાંના કેટલાંક સરકારી નીતિઓની અસર, વર્ષોથી હરિયાળી, લોકજાગૃતિ અને સક્રિય લોક સહભાગિતા હોઈ શકે. આમાંના તમામ અથવા મોટા ભાગના ભારતમાં જોવાં નથી મળતાં, જે વૃક્ષો કપાવા માટેની ચિંતાનું કારણ છે અને ફરીથી વૃક્ષો વાવવા પ્રત્યે ઉદાસીનતા પણ ચિંતાનું કારણ છે. આ રીતે આપણે દેશમાં વન લુપ્ત થવાના ઉચ્ચ દર તરફ આગળ વધી રહ્યા છીએ.
એક અમેરિકી સંશોધન સંસ્થા દ્વારા હાથ ધરાયેલા એક સર્વેક્ષણ મુજબ, અંદાજે 1000 કરોડ હૅક્ટરના વૃક્ષારોપણ દ્વારા પૃથ્વીને હરિયાળી બનાવવાની ધારણા છે. જોકે વર્ષ 1990થી અંદાજે 12.9 કરોડ હૅક્ટર જમીન ગ્રહની સપાટીથી વિખૂટી પડી ગઈ છે અને તે ચેતવણીજનક દરે પાછળ જતી જાય છે. આના માટેનાં વિવિધ કારણોમાં લાકડાંની દાણચોરી, વન્યજીવનો શિકાર, દાવાનળ, ઔદ્યોગિકરણ, જમીન સુધારણા અને ખેતી માટે વનની જમીનને સાફ કરવી અને અન્ય અનેક માનવસર્જિત ભૂલોનો સમાવેશ થાય છે. લગભગ 90 કરોડ લોકો તેમની આજીવિકા માટે વન પર આશ્રિત છે.
ખાસ કરીને ભારતમાં, આપણે ઊંચા દરે વનો ગુમાવી રહ્યા છીએ. 1988ની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર, ભારતની ત્રીજા ભાગની જમીન વન સાથે સહઅસ્તિત્વ ધરાવે છે. જોકે, વર્તમાનમાં, દેશમાં વન દ્વારા રોકાયેલી જમીન કુલ જમીનના માત્ર 24.39 ટકા જ છે. ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વે ઑર્ગેનાઇઝેશન દ્વારા વર્ષ 2017માં અપાયેલા એક સર્વેક્ષણ અહેવાલમાં, દર વર્ષે વનોન્મૂલન ઝડપથી વધી રહ્યું છે. આપણી પોતાની આંખ સામે ખૂબ જ ઝડપી ગતિએ જંગલો નાશ પામી રહ્યાં છે. બંને તેલુગુ રાજ્યો પણ આમાં કંઈ અપવાદરૂપ નથી અને હકીકતે આ રાજ્યોમાં બાકીના દેશ કરતાં વધુ ઝડપી વનોન્મૂલન થઈ રહ્યું છે.
તેલંગાણાની રાજધાની હૈદરાબાદ લીલાંછમ વૃક્ષો, સરોવરો અને અન્ય જળાશયો જેવી વૈવિધ્યસભર જૈવિક પ્રણાલિ માટે જાણીતી છે. દુર્ભાગ્યે, આજે આ શહેર પણ વનોન્મૂલનની ચંગુલમાં છે અને તેણે લગભગ 60 ટકા વનસ્પતિ ગુમાવી દીધી છે જેનું કારણ શહેરની વસતિનાં રહેણાંકો છે. આવી જ સ્થિતિ અન્ય તેલુગુ રાજ્યની છે, જ્યાં પણ રાજ્યની હરિયાળીનું ઉન્મૂલન થઈ રહ્યું છે.
વનોન્મૂલનથી માત્ર અસ્થમા અને અન્ય શ્વાસોચ્છવાસની સમસ્યાઓ જ નથી થઈ રહી પરંતુ તે ચોમાસાના ક્રમ બદલવામાં અને અન્ય પ્રતિકૂળ આબોહવા પરિવર્તન પાછળ તે મુખ્ય પરિબળ બની રહ્યું છે જે જમીન સુધારણા અને કૃષિને અસર પણ કરે છે અને વનસ્પતિ અને જીવજંતુની પ્રજનનની ઋતુ પર પણ અસર કરે છે. જૈવ પ્રણાલિ વનોન્મૂલનની નકારાત્મક અસરો અને વનસ્પતિના અભાવના કારણે ખૂબ જ ખોરવાઈ રહી છે જેનાથી વન્ય જીવોને ખોરાક-પાણીની શોધમાં તેમનાં રહેણાંકો બહાર ધકેલાવું પડી રહ્યું છે. માનવ જાત માટે આવા વનોન્મૂલનની મુખ્ય ચિંતા મુખ્યત્વે ખેતી માટે વરસાદ અને વરસાદના પાણીની પ્રાપ્યતા છે જેનું અંતિમ પરિણામ દુષ્કાળવાળા સમાજ તેમજ જીવનરક્ષક ઑક્સિજનના ઘટાડામાં આવી રહ્યું છે!!
એમ કહેવાય છે કે દર વર્ષે સંપૂર્ણ વિકસેલું ઝાડ આપણને રૂ. 24 લાખની કિંમતનો ઑક્સિજન આપે છે અને 0.53 ટન કાર્બન ડાયૉક્સાઇડ તેમજ અન્ય 1.95 કિગ્રા પ્રદૂષકો પોતાની અંદર સમાવી લે છે. તે 1400 ગેલન વરસાદી પાણી, તેના જમીનની અંદર રહેલાં મૂળમાં સમાવવામાં આપણને મદદ કરે છે. એક તંદુરસ્ત વ્યક્તિ દરરોજ અંદાજે 3 બાટલા (સિલિન્ડર) ઑક્સિજન શ્વાસમાં લે છે. આ દરે જો વ્યક્તિ આજીવન ઑક્સિજન શ્વાસમાં લે તો તેણે તેના અંદાજિત આયુષ્યમાં ઓછામાં ઓછાં ત્રણ વૃક્ષો રોપીને મોટાં કરવાં જોઈએ. માનવો મિત્રતાસભર અને સામાજિક પ્રાણી તરીકે જાણીતા છે, જોકે હવે મોટો પ્રશ્ન એ છે કે આપણા અસ્તિત્વના મૂળભૂત સ્રોત છે તેવાં વૃક્ષો પ્રત્યે આપણે કેટલા મિત્રતાસભર અને કાળજી રાખનાર છીએ.
આ સામૂહિક જવાબદારી છે