ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ફિલ્મ કલાકારો સામેનો રાજદ્રોહનો કેસ ખોટોઃ SSPની તપાસમાં ખુલાસો - ફિલ્મ કલાકારો સામેનો રાજદ્રોહનો કેસ

મુઝફ્ફરપુરઃ દેશભરના 49 ફિલ્મી હસ્તીઓ સામે રાજદ્રોહ કેસમાં નવો વળાંક આવ્યો છે. સીજેએમ કોર્ટે એકબાજુ 49 લોકો સામે દેશદ્રોહનો કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. બીજી બાજુ મુઝફ્ફરપુરના SSPએ આ કેસને ખોટો ગણાવ્યો છે. પુરા કેસમાં ફરિયાદી સુધીર ઓઝાના ગળે કાયદાનો ગાળિયો લપેટાયો છે.

ફિલ્મ કલાકારો સામેનો રાજદ્રોહનો કેસ ખોટોઃ SSPની તપાસમાં ખુલાસો

By

Published : Oct 10, 2019, 9:14 AM IST

મૉબ લિંચિંગની વધતી ઘટનાઓ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ચિંતા વ્યક્ત કરનારા 49 પ્રતિષ્ઠિત લોકો સામે દેશદ્રોહનો કેસ દાખલ થયો હતો. બિહારના મુઝફ્ફરપુરની સીજેએમ કોર્ટે વકીલ સુધીર ઓઝાની ફરિયાદને ધ્યાનમાં રાખીને રાજદ્રોહનો ગુનો દાખલ કરવા આદેશ આપ્યો હતો. ગુનો નોંધાયા પછી આ કેસની તપાસ મુઝ્ફફરપુરના એસએસપી મનોજકુમાર તપાસ કરી રહ્યા હતાં. તપાસના અંતે એસએસપીએ કેસને ખોટો ગણાવ્યો હતો. કોર્ટને ગેરમાર્ગે દોરનાર વકીલ સુધીર ઓઝા સામે ગુનો દાખલ કરાયો છે.

ઉલ્લેખનિય છે કે, જય શ્રી રામ....હિંસા ભડકાવવાનો નારો બની ગયો છે. તેના નામ પર મૉબ લિંચિંગની ઘટના બની રહી છે. તેવા ઉલ્લેખ સાથે અભિનેત્રી અર્ણણા સેન, સૌમિત્ર ચેટર્જી, શ્યામ બેનેગલ, મણિરત્નમ સહિત 49 ફિલ્મક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ PM મોદીને પત્ર લખ્યો હતો.

આ અંગે વકીલ સુધીર ઓઝાએ આ પત્રથી દુનિયા ભરમાં દેશની બદનામી થયો હોવાની દલીલ કરતાં કોર્ટે તમામ 49 લોકો વિરુદ્વ રાજદ્રોહનો ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details