બિહાર: ભારતા-ચીન બોર્ડર પર ગલવાન ખીણમાં માતૃભૂમિની રક્ષા કરતા બિહારના જવાન સુનીલ કુમાર શહીદ થયા હતા. શહીદ જવાનના પાર્થિવ દેહને તેમના વતન બિહારના તારાનગર લાવવામાં આવ્યો છે. જ્યાં તેમના પાર્થિવ દેહના દર્શન માટે લોકોની ભીડ જામી છે.
શહિદની પત્નીએ પતિને સૈલ્યૂટ મારી શ્રદ્ધાજંલિ આપી શહીદના પાર્થિવ દેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. આર્મી જવાના પાર્થિવ દેહને તેમના ગામમાં ગાર્ડ ઓફ ઑનર આપવામાં આવશે. ત્યારબાદ તેમના પાર્થિવ દેહની યાત્રા મનેર માટે રવાના થશે.
શહીદના પાર્થિવ દેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો સુનીલ કુમાર 2002માં બિહાર રેજીમેન્ટમાં જોડાયા હતા. 2003માં તેમના લગ્ન થયા હતા. સુનીલને 2 બાળકો પણ છે.સુનીલનો પાર્થિવ દેહ તેમના ઘરેથી નિકળતા જ શહિદની પત્નીએ પતિને સેલ્યૂટ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.
શહીદ જવાનના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઑનર સાથે અંતિમ સંસ્કાર આપને જણાવી દઈએ કે, લદ્દાખની ગલવાન ખીણમાં સોમવારે રાત્રે ચીની સૈનિકો સાથે 'હિંસક અથડામણ' દરમિયાન ભારતીય સૈન્યના એક અધિકારી સહિત અને 20 સૈનિકો શહીદ થયા હતા.
શહીદ જવાનના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઑનર સાથે અંતિમ સંસ્કાર