ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહારમાં ગંગામાં બોટ પલટી, 3 લોકોના મોત, 30 લોકોનો બચાવ - ગંગામાં બોટ પલટતા 30નો બચાવ

બિહારના ભાગલપુર જિલ્લામાં ગંગામાં બોટ પલટી ગઈ છે. જેમાં ઘણા લોકો ગુમ થયા છે. મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધી 30 લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. જોકે હજી પણ 50 થી વધુ લોકો ગુમ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બોટમાં સવાર 100 લોકો સવાર હતા.

બિહાર
બિહાર

By

Published : Nov 5, 2020, 11:50 AM IST

Updated : Nov 5, 2020, 2:11 PM IST

  • બિહારના ભાગલપુરમાં બોટ ગંગામાં પલટી
  • 100 લોકો બોટમાં હાજર
  • 30 લોકોનું રેસ્ક્યૂ કરાયું

ભાગલપુર: બિહારના ભાગલપુર જિલ્લામાં ગંગામાં બોટ પલટી ગઈ છે. જેમાં ઘણા લોકો ગુમ થયા છે. મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધી 30 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જોકે હજી પણ 50 થી વધુ લોકો ગુમ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બોટમાં સવાર 100 લોકો સવાર હતા.

મળતી માહિતી મુજબ, બોટમાં પાંચ ડઝનથી વધુ લોકો સવાર હતા. જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં આશરે 30 લોકોને બચાવવામાં આવ્યા હતા અને બહાર કાઢવામાં આવ્યા હતા. તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પાણીના પ્રવાહમાં ફંસાઇ બોટ

મળતી માહીતી મુજબ પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે બોટ તેમા પલટી હતી.ગુમ લોકોની તપાસ ચાલુ છે અને જે લોકોનો રેસ્ક્યૂ કરવામાં આવ્યો છે તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.સ્થાનિક લોકોએ પણ બચાવ કાર્યમાં મદદ કરી હતી.

Last Updated : Nov 5, 2020, 2:11 PM IST

ABOUT THE AUTHOR

...view details