ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સરકાર ઉથલાવવાના પ્રયાસમાં પકડાયેલા બે આરોપીઓની જામીન અરજી રાજસ્થાન કોર્ટે ફગાવી - Government of Rajasthan

રાજસ્થાન સેશન્સ કોર્ટ દ્વારા પ્રવર્તમાન કોંગ્રેસ સરકાર ઉથલાવવા માટેના પ્રયાસો કરવા બદલ રાજસ્થાન પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા બે આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી. અદાલતે જણાવ્યું હતું કે, આ એક ગંભીર આરોપ છે જેના પર જામીન આપી શકાય નહી.

સરકાર ઉથલાવવાના પ્રયાસમાં પકડાયેલા બે આરોપીઓની જામીન અરજી રાજસ્થાન કોર્ટે ફગાવી
સરકાર ઉથલાવવાના પ્રયાસમાં પકડાયેલા બે આરોપીઓની જામીન અરજી રાજસ્થાન કોર્ટે ફગાવી

By

Published : Jul 13, 2020, 10:47 PM IST

રાજસ્થાન: રાજસ્થાન પોલીસ દ્વારા અશોક સિંહ ચૌહાણ અને ભરતકુમાર મલાનીની કોલ ડીટેલના આધારે પ્રવર્તમાન કોંગ્રેસ સરકાર ઉથલાવવાની પેરવી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

બન્ને આરોપીઓના રિમાન્ડ લઇ તેમની ATS દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા તેમને 27 જુલાઇ સુધી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

આરોપીઓ દ્વારા કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, બન્ને આરોપીઓની પૂછપરછ કરી લેવામાં આવી છે અને અન્ય કોઈ કાર્યવાહી બાકી નથી. પરંતુ કોર્ટ દ્વારા આરોપીઓ પર લગાવવામાં આવેલા આરોપને ગંભીર માની આ તબક્કે જામીન મંજૂર ન થઈ શકે તેમ જણાવ્યું હતું અને જામીન અરજી ફગાવી દીધી હતી.

ABOUT THE AUTHOR

...view details