ઉત્તર પ્રદેશ: પોલીસે આશરે દોઢ મહિના પહેલા ભદોહીના ગેસ્ટ હાઉસથી દિલ્હીના મરકઝથી પરત આવેલા તબલીગી જમાતના 11 બાંગ્લાદેશીઓ સાથે 14 જમાતીઓની પોલીસે ધરપકડ કરી હતી.
તબલીગી જમાતનો મામલોઃ 11 બાંગ્લાદેશીની જામીન અરજી નામંજૂર - જિલ્લા અને સેશન્સ જજની કોર્ટ
UPમાં એક જિલ્લા અને સેશન્સ જજની કોર્ટે 11 બાંગ્લાદેશી જમાતીઓની જામીન અરજી નામંજૂર કરી છે. પ્રવાસી વિઝા પર ધર્મને પ્રોત્સાહન આપવાના મામલે કોર્ટે ધ્યાન દીધુ હતું. તમામ 11 જમાતીઓને જેલમાં મોકલી દેવાયા હતા.
પોલીસે જમાતીઓઓ સામે વિવિધ કલમો સાથે ગુનો નોંધ્યો હતો, ત્યારબાદ કોરોના રોગચાળાને કારણે તમામને જિલ્લા હોસ્પિટલમાં આઇસોલેટ રાખવામાં આવ્યા હતા. સ્વેબ તપાસમાં રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી બધાને જિલ્લા મથક પર આવેલી અસ્થાયી જેલમાં રાખવામાં આવ્યા હતા. ચર્ચા થયા બાદ તમામને રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા. તેમના વતી જામીન માટેની અરજી જિલ્લા અને સેશન્સ જજ અનિલ કુમારની કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.
બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ જિલ્લા જજે તમામ 11 બાંગ્લાદેશી જમાતીઓની જામીન અરજી નામંજૂર કરી હતી, ત્યારબાદ દરેકને જેલ મોકલવામાં આવ્યાં છે.