ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઈન્ડિગોની દિલ્હી-બેંગલુરુની ચાલુ ફ્લાઈટમાં માતાએ બાળકને આપ્યો જન્મ, ફોટા થયા વાઈરલ - ઈન્ડિગો દિલ્હી-બેંગલુરુ ફ્લાઈટ

દિલ્હી-બેંગલુરુ ફ્લાઈટમાં 6E 122ના રસ્તામાં જ એક બાળકનો જન્મ થયો. આ ફ્લાઈટ સાંજે 7.30 વાગ્યે બેંગલુરુ એરપોર્ટ પહોંચી હતી. એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટના તમામ સ્ટાફે મહિલાનું સ્વાગત કર્યું અને શુભકામનાઓ આપી હતી. જોકે હાલમાં બાળક અને માતા બંને સ્વસ્થ છે.

ઈન્ડિગોની દિલ્હી-બેંગલુરુની ચાલુ ફ્લાઈટમાં બાળકનો જન્મ થયો, ફોટા થયા વાઈરલ
ઈન્ડિગોની દિલ્હી-બેંગલુરુની ચાલુ ફ્લાઈટમાં બાળકનો જન્મ થયો, ફોટા થયા વાઈરલ

By

Published : Oct 8, 2020, 1:50 PM IST

નવી દિલ્હીઃ પ્રસુતિ મહિલાએ ઈન્ડિગોની દિલ્હી-બેંગલુરુ ફ્લાઈટ 6E 122માં જ બાળકને જન્મ આપ્યો હતો. આ ફ્લાઈટ સાંજે 7.30 વાગ્યે બેંગલુરુ એરપોર્ટ પહોંચી હતી.

ઈન્ડિગોની દિલ્હી-બેંગલુરુની ફ્લાઈટમાં બુધવારે એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. એક સવાલના જવાબમાં ઈન્ડિગોએ કહ્યું, અમે એ વાતની પુષ્ટિ કરીએ છીએ કે દિલ્હીથી બેંગલુરુ ફ્લાઈટ સંખ્યા 6E 122માં એક બાળકની પ્રિમેચ્યોર ડિલિવરી કરવામાં આવી હતી. આના વિશે વધુ જાણકારી ઉપલબ્ધ નથી.

ઈન્ડિગોની દિલ્હી-બેંગલુરુની ચાલુ ફ્લાઈટમાં બાળકનો જન્મ થયો, ફોટા થયા વાઈરલ

વાયુસેનાના રિટાયર્ડ કેપ્ટન ક્રિસ્ટોફરે બાળક અને મહિલાના કેટલાક ફોટો, વીડિયો ટ્વિટ કર્યા છે. ટ્વીટમાં તેમણે જણાવ્યું હતું કે, બાળકનો જન્મ બુધવારે સાંજે 6.10 વાગ્યે થયો હતો. 7.40 મિનિટે ફ્લાઈટ બેંગલુરુ એરપોર્ટ પર પહોંચી હતી. એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટના તમામ સ્ટાફે મહિલાનું સ્વાગત કર્યું અને શુભકામનાઓ આપી હતી. જોકે હાલમાં બાળક અને માતા બંને સ્વસ્થ છે.

એવિએશન ઈન્ડસ્ટ્રીના એક સૂત્રએ કહ્યું, દિલ્હી-બેંગલુરુ ફ્લાઈટ સંખ્યા 6E 122ના રસ્તામાં અધવચ્ચે બાળકનો જન્મ થયો હતો. આ ફ્લાઈટ સાંજે 7.30 વાગ્યે બેંગલુરુ એરપોર્ટ પહોંચી હતી.

ABOUT THE AUTHOR

...view details