ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પૉર્ન સાઇટની પ્રાપ્યતા યુવાનોને ખોટા માર્ગે દોરી રહી છે - બ્લુ ફિલ્મોની અસર

ન્યૂઝ ડેસ્ક: સ્માર્ટ ફૉન, લેપટૉપ, વધુ સ્વતંત્રતા, માતાપિતાની ચેતવણીની અવગણના અને સલાહ-માર્ગદર્શનનો અભાવ આની સાથે ઇન્ટરનેટ સસ્તા દરે મળવું તેનાથી દેશમાં બળાત્કાર અને જાતીય હુમલાઓના બનાવો થઈ રહ્યા છે તેમ કહી શકાય.

The availability of porn sites is misleading youths
પૉર્ન સાઇટની પ્રાપ્યતા યુવાનોને ખોટા માર્ગે દોરી રહી છે

By

Published : Dec 17, 2019, 8:01 AM IST

સ્માર્ટ ફૉન, લેપટૉપ, વધુ સ્વતંત્રતા, માતાપિતાની ચેતવણીની અવગણના અને સલાહ-માર્ગદર્શનનો અભાવ આની સાથે ઇન્ટરનેટ સસ્તા દરે મળવું તેનાથી દેશમાં બળાત્કાર અને જાતીય હુમલાઓના બનાવો થઈ રહ્યા છે તેમ કહી શકાય.

હૈદરાબાદની વેટરિનેરિયન દિશા પર નૃશંસ બળાત્કાર, હત્યા અને તેને જીવતી સળગાવી દેવી તે આવા બનાવોનું બરાબર ઉદાહરણ છે. ચાર આરોપીઓ મદોન્મત્ત અવસ્થામાં હતા, તેમાંના ત્રણ 30 વર્ષથી ઓછી ઉંમરના હતા. જેઓ અમાનવીય અને નિર્દયી બન્યા અને નિઃસહાય દિશાને ફસાવી તેમ જ તેના દ્વિચક્રીયને પંક્ચર કર્યા પછી તેના પર બળાત્કાર કર્યો અને તેની હત્યા કરીને તેને જીવતી સળગાવી દીધી.

સમાજ વૈજ્ઞાનિકો માને છે કે વધુ પડતી સ્વતંત્રતા, ખરાબ સોબત અને ઇન્ટરનેટ તેમજ પૉર્ન વિડિયોની સુલભતા આવા જઘન્ય બનાવો માટે મુખ્ય અપરાધી છે.

યુવાનો છોકરીઓ અને મહિલાઓ પર બળાત્કાર અને જાતીય હુમલા કરવા તરફ વળી રહ્યા છે તે ચિંતાનો વિષય છે.

થોડાંક વર્ષો પૂર્વે દહેરાદૂનમાં, પૉર્ન સાઇટથી પ્રભાવિત યુવાને તેની ગર્લફ્રેન્ડ જ્યારે એકલી હતી, ત્યારે જાતીય હુમલો કર્યો. પોલીસને જણાયું કે, યુવાન નિયમિત રીતે પૉર્ન સાઇટ અને ઇન્ટરનેટ પર અશ્લીલ વિડિયો જોતો હતો.

સ્માર્ટ ફૉનના વિકાસ અને સરળતાથી પ્રાપ્ય ઇન્ટરનેટના લીધે બ્લુ ફિલ્મ જોવામાં વધારો થયો છે અને જાતીય હુમલાઓમાં પણ ઊછાળો જોવા મળ્યો છે.

ઉત્તર પ્રદેશના ઉચ્ચ ન્યાયાલયે નિર્દેશ આપ્યા મુજબ, કેન્દ્રએ ઇન્ટરનેટ પર પૉર્ન અને અશ્લીલ એવી 857 સાઇટ બંધ કરવા વર્ષ 2015માં આદેશ આપ્યો હતો.

તે પછી 827 જેટલી ઇન્ટરનેટ સાઇટોએ તેમની પૉર્ન સાઇટો બંધ કરવા ઘોષણા કરી છે. જો કે પૉર્ન સાઇટ અને વીડિયોની સમસ્યા યથાવત જ રહી છે.

વડીલો શું કરે?

વડીલોએ તેમનાં તરૂણ બાળકો અંગે વધુ સાવધ રહેવાની આવશ્યકતા છે. સુનિશ્ચિત કરો કે તેઓ સ્માર્ટ ફૉન લઈને ન જાય, તેઓ તેમના મિત્રો સાથે બ્લુ ફિલ્મ ન જોતા હોય, તેઓ પૉર્ન સાઇટ ન જોઈ શકે, અમર્યાદિત કૉલ ડેટા અને ઇન્ટરનેટ તેમને ન મળે.

માતાપિતાઓએ તેમનાં બાળકોને ખરાબ સોબતની અસરો તેમજ આવા વિડિયો જોવાથી દૂર રહેવા સમજાવવું જોઈએ.

બાળકોને એકલાં ન છોડો, તેઓ પૉર્ન વિડિયો અને સાઇટ ન જુએ તે માટે તેમની સાથે વધુ સમય ગાળો.

જો તમને તેમના વર્તન વિશે શંકા હોય તો તેમને સલાહ-માર્ગદર્શન (કાઉન્સેલિંગ) અપાવડાવો અને તેમને આવા જાતીય હુમલાઓના બનાવથી રોકો.

પુષ્કળ પૉર્ન સાઇટ

સરકારના પ્રતિબંધ છતાં પૉર્ન સાઇટો સંપૂર્ણ પણે પ્રતિબંધિત થઈ નથી.

પુષ્કળ પૉર્ન સાઇટો અને અશ્લીલ વિડિયો છે જે યુવાનોને સતત બ્લુ ફિલ્મ જોવા વિવશ કરે છે અને તેમને પોતાના ગુલામો બનાવે છે.

તેઓ વૉટ્સએપ અને ઇન્ટરનેટ દ્વારા મિત્રોને પૉર્ન વિડિયો અને બ્લુ ફિલ્મો મોકલે છે.

કેટલાક યુવાનો લવ ડેટિંગ અને પાર્ટીના નામે છોકરીઓને છેતરે છે અને તેમની સતામણી કરે છે. તો ટ્રક ચાલકો દિશા જેવી પીડિતાઓને એકલી ભાળીને તેમના પર જાતીય હુમલાઓ કરે છે.

બ્લુ ફિલ્મોની અસર હેઠળ, તેઓ કન્યાઓ-બાળાઓ પર હુમલાઓ કરે, ગુપ્ત કેમેરાનો ઉપયોગ કરે છે, મહિલાઓ નહાતી હોય, કપડાં બદલતી હોય તેનાં ગેરકાયદે ફોટા પાડી લે છે અને તેમના પર જાતીય હુમલો કરે છે.

બ્લુ ફિલ્મોમાં અનૈતિક સંબંધો બતાવવામાં આવે છે તેની તરૂણો પર મહિલાઓ પ્રત્યે ખરાબ લાગણી જન્મે છે.

ABOUT THE AUTHOR

...view details