ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાકિસ્તાનને ભારતે આપ્યો વળતો જવાબ, સેનાએ ચોકીને ઉડાડી

જમ્મુ: પાકિસ્તાન તેની નાપાક હરકતોથી બાજ આવતી નથી. જમ્મુ કાશ્મીરના નૌશેરામાં પાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. જેમાં પાકિસ્તાન દ્નારા કરેલા ફાયરીંગમાં એક જવાન શહીદ થયો હતો. જેના વળતા જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનની એક ચોકી ઉડાવી દીધી છે.

પાકિસ્તાનને ભારતે આપ્યો વળતો જવાબ, સેનાએ ચોકીને ઉડાડી

By

Published : Aug 17, 2019, 5:58 PM IST

Updated : Aug 18, 2019, 1:10 AM IST

જમ્મુ કાશ્મીર પરથી 370 કલમને દુર કર્યા બાદ પાકિસ્તાન તેની હરકતોથી બાજ આવતુ નથી. અને પાકે ફરી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. 12 કલાકમાં પાકિસ્તાને આ ત્રીજી વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. ત્યાર બાદ ભારતે તેને જવાબ આપતા પાકિસ્તાની સેનાની ચોકીને ઉડાડી દીધી હતી. છેલ્લો રીપોર્ટ મળ્યા મુજબ બંને તરફથી ગોળીબારી શરૂ છે.

પાકિસ્તાની સેનાએ શનિવારે સવારે સીમા રેખા નજીક ગોળીબારી કરી હતી. જેનો ભારતીય સેનાએ વળતો જવાબ પણ આપ્યો હતો. પરંતુ, આ ઘટનામાં એક જવાન શહીદ થયો છે.

પાકિસ્તાનને ભારતે આપ્યો વળતો જવાબ, સેનાએ ચોકીને ઉડાડી

શહીદ થયેલ જવાન સંદીપ થાપા 15 વર્ષથી સેનામાં ફરજ બજાવતા હતાં. દેહરાદુનના આ જવાન ગોળીબારીથી ગંભીર રીતે ઘાયલ થયા હતાં.

રાષ્ટ્રીય પ્રવક્તાએ જણાવ્યુ હતું કે, સવારે સાડા છ વાગ્યાની આસપાસ ગોળીબાર કરાયો હતો. જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. છેલ્લો રિપોર્ટ આવ્યો ત્યાં સુધી બંને બાજુથી ફાયરીંગ ચાલુ હતું.

પાકિસ્તાનને ભારતે આપ્યો વળતો જવાબ, સેનાએ ચોકીને ઉડાડી

ઉલ્લેખનીય છે કે, જમ્મુના રજૌરી અને પુંછ જિલ્લામાં ગયા અઠવાડીયે પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં સેનાનનાં બે જવાન શહીદ થયા હતાં. ઉપરાંત 10 મહિનાના એક બાળકે પણ જીવ ગુમાવ્યો હતો.કેટલાક નાગરીકો પણ ઘાયલ થયા હતાં.

પાકિસ્તાનને ભારતે આપ્યો વળતો જવાબ, સેનાએ ચોકીને ઉડાડી
Last Updated : Aug 18, 2019, 1:10 AM IST

ABOUT THE AUTHOR

...view details