અપાચેનું અત્યંત આધુનિક AH-64 હેલીકોપ્ટરની ડિલીવરી અમેરિકાની બોઈંગ કંપની નિર્ધારિત સમય પહેલા કરી રહી છે. જો કે, આ હેલીકોપ્ટર આવતાની સાથે ભારતીય વાયુ સેનાને સોંપવામાં નહી આવે.
IAFના એક અધિકારીએ જણાવ્યું કે, સરખી રીતે તપાસ કરી તેના દરેક ભાગ ભેગા કરીને હેલીકોપ્ટર સોંપવામાં આવશે.
આ પ્રકારના બીજા 4 હેલીકોપ્ટર આવતા અઠવાડિયે આવશે. વાયુસેનાને સપ્ટેમ્બરમાં ઔપચારિક રુપે સોંપવામાં આવ્યા બાદ 8 હેલીકોપ્ટર પંજાબના પઠાણકોટ એરફોર્સ સ્ટેશનમાં તૈનાત કરવામાં આવશે.